બેંગલુરુથી પરત ફર્યા કોંગ્રેસી ધારાસભ્યો, આણંદમાં હવે રોકાશે

Posted By:
Subscribe to Oneindia News

બેંગલુરુના રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના 42 જેટલા ધારાસભ્યો આજે વહેલી સવારે ગુજરાત પરત ફર્યા હતા. કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની સાથે આ તમામ નેતાઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાા. જ્યાં શક્તિસિંહ ગોહિલે મીડિયાને જણાવ્યું હતું કે હોર્સ ટ્રેડિંગના ભાજપના પ્લાન અમે સફળ નહીં થવા દઇએ. અમારા તમારા ધારાસભ્યા જે હાલ અમારી સાથે છે તેની પર અમને પુરતો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આ તમામ ધારાસભ્યોને આણંદના નિજાનંદ રિસોર્ટમાં લઇ જવામાં આવશે. અને તેમને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવશે. વધુમાં આ ધારાસભ્યો રક્ષાબંધન પણ અહીં જ ઉજવશે. અને તે પછી 8મી ઓગસ્ટે યોજનારી રાજ્યસભાની ચૂંટણીમાં આ તમામને આણંદથી સાથે જ ગાંધીનગર લઇ જવામાં આવશે.

congress mla

ઉલ્લેખનીય છે કે આજે સાંજે રાજ્યસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર તેવા અહેમદ પટેલ પણ તમામ ધારાસભ્યાને મળવા માટે આણંદના રિસોર્ટ ખાતે જેશે. વધુમાં ચૂંટણી પંચ દ્વારા તમામ ધારાસભ્યોને પોલીસ પ્રોટેશન પણ આપ્યું છે. વધુમાં એહમદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની જ જીત થશે અને તેમને કોંગ્રેસના તમામ ધારાસભ્યો પર વિશ્વાસ છે.

English summary
Gujarat Congress MLAs come back from Bangalore and now will stay at Neejanand Resort in Gujarat's Anand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.