For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ બિલો અને સ્કૂલ ફીના વિરોધમાં કોંગ્રેસનુ ગુજરાતભરમાં પ્રદર્શન

કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સાથે જ કોંગ્રેસી કાર્યકર્તા સ્કૂલ ફીસ માફી કરાવવા માટે પણ રસ્તા પર નીકળી પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ, અમરેલી વગેરે સહિત મોટાભાગના શહેરોમાં વિરોધ કરવામાં આવ્યો. સુરતમાં સરદાર માર્કેટ સામે કોંગ્રેસીઓને ભેગા થતા જોઈ પૂણા પોલિસ તેમની ધરપકડ કરી પોલિસ સ્ટેશનમાં લઈ ગઈ જ્યાં કોંગ્રેસી કાર્યકર્તા સ્ટેશનમાં જ રામધૂન ગાવા લાગ્યા.

congress

કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના સેંકડો અગ્રણી કાર્યકર્તાઓને પોલિસે પકડ્યા. જણાવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના ધરણા અમદાવાદ, રાજકોટ, અમરેલી, ઉના, ભરૂચ સહિત અનેક શહેરોમાં ચાલી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા ખેડૂત બિલ અને સ્કૂલની આખી ફીસ માફ કરવાના મુદ્દે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચાવડાનુ કહેવુ છે કે ખેડૂત વિરોધી કૃષિ બિલને પાછા લેવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી. અમારા કાર્યકર્તાએ સ્કૂલ-કૉલેજમાં સંપૂર્ણ ફી માફ કરવાની માંગ કરી છે.

વળી, પોલિસ-પ્રશાસનિક અધિકારીઓનુ કહેવુ છે કે વિરોધ-પ્રદર્શન ગાંધી જયંતિના અવસર પર મંજૂરી વિના ચલાવી રહ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 50થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી. આક્રોશિત કાર્યકર્તાઓએ પોલિસના વાહનની આગળ બેસીને ચક્કાજામ પણ લગાવ્યો. ઘણા લોકો નારો લગાવી રહ્યા હતા - 'ભાજપ તારી તાનાશાહી નહિ ચાલે, નહિ ચાલે.'

NASAએ કર્યુ એસએસ કલ્પના ચાવલા સ્પેસશિપને લૉન્ચNASAએ કર્યુ એસએસ કલ્પના ચાવલા સ્પેસશિપને લૉન્ચ

English summary
Gujarat: Congress protest against Agriculture Bill And School Fee Waiver.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X