For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 96 તાલુકા દુકાળગ્રસ્ત જાહેર, 3300 કરોડની માગ, કેન્દ્રનો કોઈ જવાબ નહીં

ગુજરાતના 96 તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરાઈ ચૂક્યા છે. રાજ્ય સરકાર રાહત કાર્યોમાં લાગેલી છે. જો કે કેન્દ્ર સરકારે દુકાળગ્રસ્ત વિસ્તારો માટે આપેલી 3300 કરોડની સહાય હજી સુધી પહોંચી નથી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના 96 તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરાઈ ચૂક્યા છે. રાજ્ય સરકાર રાહત કાર્યોમાં લાગેલી છે. જો કે કેન્દ્ર સરકારે દુકાળગ્રસ્ત વિસ્તારો માટે આપેલી 3300 કરોડની સહાય હજી સુધી પહોંચી નથી. રાજ્યના અધિકારીઓના કહેવા પ્રમાણે ગુજરાતની અરજી પર કેન્દ્રએ કોઈ જવાબ નથી આપ્યો. મનાઈ રહ્યું છે કે દુકાળને પહોંચી વળવા માટે જે ખર્ચો થયો છે તે હવે રાજ્ય સરકારના બજેટમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આ માટે 2150 કરોડ ખર્ચી ચૂકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટ: જે પાણી પશુ પીવે છે, તે પીવા માટે મજબુર

રાજ્યના 17 જિલ્લામાં 96 તાલુકા દુકાળગ્રસ્ત જાહેર

રાજ્યના 17 જિલ્લામાં 96 તાલુકા દુકાળગ્રસ્ત જાહેર

ગત વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે, પશુધનને મુશ્કેલી પડી રહી છે, ખેડૂતોના પાક, સબસિડી અને રોજગાર જેવા મુદ્દા પર રાજ્ય સરકારે ખર્ચ કર્યો છે. સરકારે પશુઓ માટે વિતરણ કરાતા ચારાની 15 કરોડ કિલોગ્રામની ખરીદી કરી હતી. આ વર્ષે પણ ગુજરાત ગંભીળ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. રાજ્યના 17 જિલ્લામાં 96 તાલુકા દુકાળગ્રસ્ત જાહેર કરાયા છે. સૂત્રો દ્વારા મળતી પ્રમાણે દુકાળ પ્રભાવિત 51 તાલુકાની પાક ઈનપુટ સબસિડી, પશુ શિબિર ચલાવવા માટે નાણાકીય સહાયતા, ગૌશાળા અને પાંજરાપોળ માટે ચારા પર રાહત આપવામાં આવી છે. જેમાં 950 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ખર્ચનો એક ભાગ કેન્દ્ર સરકાર ભોગવી રહી છે.

નાણાકીય સહાયતા તરીકે 350 કરોડનું વિતરણ

નાણાકીય સહાયતા તરીકે 350 કરોડનું વિતરણ

જો કે રાજ્ય સરકારે પહેલા 45 તાલુકાઓને પ્રભાવિત જાહેર કર્યા હતા, જે દુષ્કાળની પરિભાષા પ્રમાણે નથી ગણાતા, જેને કારણે કેન્દ્ર સરકાર કોઈ આર્થિક સહાય નથી કરી રહી. રાજ્ય સરકાર તેનો સંપૂર્ણ ખર્ચ વહન કરવાની સાથે સાથે 650 કરોડ રૂપિયાની રાહતના ઉપાય આપ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારની સહાય મેળવવા માટે કેટલાક વધુ તાલુકા તેમાં જોડી દેવાયા છે. પશુ શિબિરો અને ગાય આશ્રયસ્થાનોમાં પ્રબાવિત ક્ષેત્રોમાં પશુધનને સાચવવા માટે નાણાકીય સહાય તરીકે 350 કરોડ રૂપિાયની ફાળવણી થઈ છે.

ચારો ખરીદવા પાછળ 150 કરોડનો ખર્ચ

ચારો ખરીદવા પાછળ 150 કરોડનો ખર્ચ

કૃષિ વિભાગના સૂત્રના કહેવા પ્રમાણે, 'આ વર્ષે દુકાળ ગ્રસ્ત વિસ્તારમાં વિતરણ માટે ચારો સસ્તા દરે કરીદવામાં આવ્યો છે. 15 કરોડ કિલોગ્રામ ચારાની ખરીદી કરવામાં આવી છે, અને 13 કરોડ કિલોગ્રામ ચારાો પહોલા જ વહેંચાયો હતો. જુલાઈના અંત સુધીમાં બાકીનો ચારો પણ વિતરિત કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર ચારો ખરીદવા પાછળ 150 કરોડનો ખર્ચ કરી રહી છે.

અહીં 20 કરોડ રૂપિયા વધુ ફાળવાય તેવી શક્યતા

અહીં 20 કરોડ રૂપિયા વધુ ફાળવાય તેવી શક્યતા

આ ઉપરાંત ગુજરાતમાં પાણી પુરવથા અને સિવરેજ બોર્ડ પણ આ વિસ્તારોમાં ટેન્કરમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી રહ્યું છે. બોર્ડને આ કામ માટે 30 કરોડ રૂપિયા ફાળવાયા છે. અને પ્રભાવિત વિસ્તારોને રાહત આપવા માટે 20 કરોડ રૂપિયા વધુ આપવામાં આવે તેવી શક્યતા છે.

સરકારે બજેટમાં કરવી પડશે જોગવાઈ

સરકારે બજેટમાં કરવી પડશે જોગવાઈ

એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે કેટલાક સમય પહેલા કેન્દ્રમાં અરજી કરીને દુષ્કાળને પહોંચી વળવા માટે 3,300 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા માગી હતી. જો કે હજી સુધી કેન્દ્ર સરકારે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. જો કેન્દ્ર સરકાર સહાય નહીં કરે તો રાજ્ય સરકારે તેને પોતાના બજેટમાં જોડવું પડશે.

English summary
Gujarat declares 96 tehsils drought-hit, demand of 3,300 crore, no response from center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X