For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં જળસંકટ: જે પાણી પશુ પીવે છે, તે પીવા માટે મજબુર

રાજ્ય સરકાર ઘ્વારા તમામ જિલ્લા અને ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર ઘ્વારા તમામ જિલ્લા અને ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. નાના નાના ગામોના લોકોને એક ઘડા પાણી માટે ઘણીં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાનો એલમપુર ગામનો એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ટેન્કર ઘ્વારા પાણી ભરવાની કોશિશ નાકામ થયા પછી મહિલાઓ પશુઓનુ પાણી ભરીને પીવા માટે લઇ જાય છે. જયારે કેટલીક મહિલાઓ નિરાશ થઈને ખાલી ઘડા લઈને પાછી ફરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: જળસંકટના કારણે ગામોમાં હાહાકાર, 15 દિવસમાં માત્ર એક વાર જ પાણી

બે દિવસમાં સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવશે

બે દિવસમાં સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવશે

વીડિયો વાયરલ થયા પછી આ મામલે પાણી પુરવઠા અધિકારી વાલજીભાઇ નકુમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એલમપુરમાં એક દિવસ છોડીને બીજા દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ થોડા દિવસ પહેલા હાઇવે કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ, જેને કારણે સતત ત્રણ દિવસ સુધી પાણી નહીં આપવાને કારણે પાણીની સમસ્યા આવી છે. આવનારા બે દિવસમાં સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવશે.

એક ઘડા પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે

એક ઘડા પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે

રાજ્યભરથી મળેલી ખબરોને જોતા ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને ઘણા લોકો પરેશાન છે. જયારે વાત મીડિયા સુધી પહોંચે ત્યારે આવું જ કોઈ કારણ આપવું હવે સામાન્ય વાત બની ચુકી છે. ઘણા વિસ્તારોમાં લોકોને એક ઘડા પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. સરકારને આ વાતની પુરી જાણકારી છે, તેમ છતાં તેઓ તેને નજરઅંદાઝ કરી રહી છે કારણકે તેમને લાગે છે કે 15 દિવસમાં વરસાદ થઇ જશે અને બધી સમસ્યા દૂર થશે.

ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ વખતે પણ વરસાદની શક્યતા ઓછી

ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ વખતે પણ વરસાદની શક્યતા ઓછી

પાણી પુરવઠા વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે ગુજરાતમાં જળાશયોની સ્થિતિ સારી નથી. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચેતવણી આપી છે. ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી ગુજરાત પહેલેથી દુષ્કાળગ્રસ્ત છે. રાજ્યમાં કચ્છના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

English summary
Massive water crisis in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X