
હવે ગુજરાતે વિકાસના આ સૂચકાંકો પર ફતેહ મેળવવાની છે
ગુજરાત સમાચારોમાં છવાયેલું છે. દેશ વિદેશમાં ગુજરાતનું નામ ચમકી રહ્યું છે. ચિત્તાની જેમ વિકાસની દિશામાં દોડી રહેલા ગુજરાતને હંફાવવાનો વિચાર પણ પાડોશી રાજ્યોના પગ થરથરાવી દે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેમાંથી અન્ય રાજ્યોએ પ્રેરણા લેવી જોઇએ તેવું દેશના અગ્રણી નેતાઓ અનેકવાર કહી ચૂક્યા છે. જો કે પ્રેરણા લેવાની બાબત ગુજરાત ઉપર પણ લાગુ પડે છે. વિકાસની દિશામાં એવા ઘણા ક્ષેત્રો હજી પણ છે જ્યાં ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું કામ કરવાનું બાકી છે. આ વિસ્તારોમાં ગુજરાત અનેકગણું પાછળ છે. કયા છે આ ક્ષેત્રો આવો જાણીએ...

વિકાસના સૂચકાંકો
કોઇ પણ રાજ્ય કે દેશના વિકાસના માપદંડોમાં ઔદ્યોગિક રોકાણ, ઔદ્યોગિક વિકાસની સાથે અન્ય સૂચકાંકોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આવા જ કેટલાક સૂચકાંકોમાં ગુજરાત ઘણું કામ કરવાનું છે. આવો જાણીએ આ ક્ષેત્રોમાં ગુજરાત દેશભરમાં ક્યાં છે...

વૃદ્ધિદર (2004-05થી 2011-12)
ગુજરાત - 10.08, ભારત - 8.28, રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 8

બીપીએલ (2004-05)
ગુજરાત - 23.00 (31.06), ભારત - 29.80 (37.2), રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 18

સેક્સ રેશિયો (દર હજારે બાળકીઓની સંખ્યા) (2011)
ગુજરાત - 918, ભારત - 940, રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 20

મકાન (કોંક્રિટ છાપરાવાળું) (2011)
ગુજરાત - 43.9, ભારત - 29.1, રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 9

સાક્ષરતા દર (2011)
ગુજરાત - 79.31, ભારત - 74.04 રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 15

MGNREGS રોજગાર
ગુજરાત - 34, ભારત - 34, રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 7

બાળમૃત્યુ દર (2010)
ગુજરાત - 44, ભારત - 47, રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 18

માતા મૃત્યુદર પ્રમાણ (2007-2009)
ગુજરાત - 148, ભારત - 212, રાજ્યોમાં ગુજરાતનો ક્રમ - 5