For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણાઃ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના MD કરાયા સસ્પેન્ડ

600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા સરકારે ડેરી બોર્ડને કડક કાર્યવાહી કરવા જણાવ્યુ.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારના નિર્દેશોના પગલે મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી (મહેસાણા જિલ્લા દૂધ સહકારી ફેડરેશન લિ.) એ શુક્રવારે તેના મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને રાજ્ય સરકારને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. અમૂલ, સાગર અને અન્ય બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવતુ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા સરકારે ડેરી બોર્ડને કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

ghee

સહકારી મંડળના રાજ્ય રજિસ્ટ્રારે તમામ જવાબદાર સામે તપાસ અને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યુ છે કે દૂધસાગર દ્વારા બનાવવામાં આવેલ 600 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઈલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર દ્વારા પેક કરવામાં આવેલ 118 બેચમાં 16% પામ ઓઈલ ભેળસેળ કરાયાનુ જાણવા મળ્યુ છે. વધુ 522 મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં છે જેના નમૂના લઈને તેની પણ તપાસ કરવામાં આવશે. જો તેમાં પણ ભેળસેળ જણાઈ તો તેને દૂધસાગર ડેરીમાં પાછુ મોકલવામાં આવશે અને તેના નુકશાન માટે ચાર્જ કરવામાં આવશે.

સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડી પી દેસાઈએ આદેશમાં જણાવ્યુ હતુ કે દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ બેદરકારીનો સ્પષ્ટ કેસ અને ડિરેક્ટર મંડળે તેમને સસ્પેન્ડ કરવા જણાવ્યુ છે કારણકે તપાસ દરમિયાન તે કામ ચાલુ રાખી શકે નહિ. અધિકારીએ જણાવ્યુ કે તપાસ ચાલુ હોવા છતાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન(FDCA)એ પણ આ સમગ્ર રેકેટમાં સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.

કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિકોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Gujarat: Dudhsagar dairy MD suspeded for 600 metric tones gheee found adulterated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X