હાર્દિક પટેલઃ પાટીદારો ગામમાં 144ના બોર્ડ મારી ભાજપને અટકાવે

Subscribe to Oneindia News

પાસ નેતા હાર્દિક પટેલે સાબરકાંઠાના પ્રાંતિજમાં એક સંમેલનમાં જનમેદનીને સંબોધતા પીએમ મોદી તેમજ ભાજપ ઉપર આકારા પ્રહાર કરતા કહ્યું હતું કે, અમારે સભાઓમાં લોકોને લાવવા માટે ગાંઠિયા કે ચવાણાની લાલચ નથી આપવી પડતી. લોકો પોતાનું સારું અને ખોટું સમજીને આવે છે. હાર્દિકે કહ્યું હતું કે, અહીં એકત્ર થનારા લોકો પોતાની અનામત માટે આવ્યા છે, હું કોઈ અમિતાભ જેવો મોટો હીરો નથી કે લોકો મને જોવા આવે. સાથે જ તેણે પોતાની માંગને વાજબી ઠેરવતા એમ પણ જણાવ્યું હતું કે, અનામત એ કોઈ ભીખ નથી, તે અમારો અધિકાર છે. ભાજપે યુવાનો પર ગોળીઓ વરસાવીને અમારા સ્વમાન પર ઘા કર્યો છે તે સાંખી લેવામાં નહીં આવે.

Hardik Patel

હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, ભાજપના કાર્યકરોને પાટીદારોના ગામમાં આવાવની જ મનાઈ ફરમાવી દેવી જોઈએ, સમાજે આ મુદ્દે એક થવું પડશે. પાસ નેતા હાર્દિક પટેલે પાટીદાર ગામડાઓમાં 144ના બોર્ડ મારવા પાટીદાર સમાજને આહવાન કર્યું હતું. હાર્દિક પટેલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત અંગે અનેક વાતો કહેવાઇ રહી છે તથા ભાજપ આરોપ પણ મુકી ચૂકી છે કે, હાર્દિક પટેલ ચૂંટણીમાં છૂપી રીતે કોંગ્રેસને જ મદદ કરે છે. આ આરોપનો જાણે જવાબ આપતા હોય એમ હાર્દિકે સ્પષ્ટતા પણ કરી હતી કે, પાટીદાર સમાજને હું જાણ કરું છું કે, હું ત્રણેક વર્ષ સુધી કોઈ પણ પક્ષમાં જોડાવાનો નથી. મારો સમાજ મારા પર વિશ્વાસ રાખે.

English summary
Gujarat elections 2017: PAAS convener Hardik Patel in Sabarkantha says, we are not begging for reservation, it's our right!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.