ગુજરાત ચૂંટણી 2017 : આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ આ માટે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં તમામ સીટો પરથી ચૂંટણી નહીં લડે. આપના નેતા ગોપાલ રાયે પણ કહ્યું છે કે ગુજરાતમાં આ વખતે આપ પાર્ટી 150 સીટો પર ચૂંટણી નહીં લડે. તે ખાલી તે જગ્યા એજ ચૂંટણી લડશે જ્યાં ભાજપ નબળું છે. ઉલ્લેખનીય છે કે પંજાબ અને ગોવાની હાર પછી અને આ પહેલાની ગુજરાતની ચૂંટણીના પરિણામોને જોતા પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

aap gujarat

વળી તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે તમામ જગ્યાએ ચૂંટણી ન લડીને એક રીતે આપ કોંગ્રેસને જ ફાયદો કરાવી રહી છે. આમ આદમી પાર્ટીના જાહેર કરેલા લિસ્ટ મુજબ આપ રાજકોટ વેસ્ટ, ઊંઝા, પાદરા, કામરેજ, ગોંડલ, લાઠી, કરજણ અને છોટા ઉદેપુરમાં તેના ઉમેદવાર ઉતારશે. રાજકોટ અને ઊંઝામાં તે જ્યાં ભાજપના મોટા નેતાઓ સામે તેના ઉમેદવાર ઉતારી રહી છે ત્યાં જ છોટા ઉદેપુર, કરજણ જેવા આદિવાસી વિસ્તારોમાં પણ આપે તેના ઉમેદવારો ઉતાર્યા છે. આમ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આપના પહેલા લિસ્ટ મુજબ ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે.

English summary
Gujarat election 2017: AAP announce its first list of candidates.
Please Wait while comments are loading...