'ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન' દ્વારા ભાજપ કરશે જનસંપર્ક

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ હજી પણ જનસંપર્ક વધારવામાં અસમર્થ રહ્યું છે. ઘરે ઘરે લોકોને મળવા માટે જવું ભાજપ માટે અનામત અને અન્ય આંદોલનના કારણે મુશ્કેલ બન્યું છે. ત્યારે આ સમસ્યાનો હલ નીકાળવા અને વધુ જનસંપર્ક વધારવા માટે હવે ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ 'ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન' હેઠળ જનસંપર્ક શરૂ કરશે. આ અભિયાનનો પ્રારંભ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આગામી સમયમાં અમદાવાદ આવશે ત્યારે 12 નવેમ્બરથી આ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવશે.

Gujarat Election

અમિત શાહ અમદાવાદમાંથી તો ભાજપ સરકારના બીજા મંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓ અન્ય જિલ્લાઓમાં ગુજરાત ગૌરવ સંપર્કયાત્રાની શરૂઆત કરશે તે રીતે તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. સાથે સાથે પક્ષના 450 કરતા પણ વધારે અનુભવી અને વરિષ્ઠ કહેવાતાઆગેવાનો આ કામમાં જોડાશે. તો સાથે સાથે વિકાસકાર્યોની એક યાદી પણ રજૂ કરવામાં આવશે. જેથી વિકાસનું મુદ્દો ફરીથી ગુજરાતમાં ઘરે ઘરે રજૂ કરી શકાય.

English summary
Gujarat Election 2017: Bjp will start Gujarat Gaurav sampark campaign. Read more about it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.