ગુજરાત ચૂંટણી: રાજકોટમાં એક્ટિવા પર ફર્યા CM રૂપાણી

Written By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે સવારે વિધાનસભા ચૂંટણી માટે રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. ચૂંટણી ફોર્મ ભરવા માટે તેઓ ઘરેથી નીકળ્યા તે પહેલાં તેમના પત્નીએ તેમને વિજય તિલક પણ કર્યું હતું. તેમણે અને તેમના પત્નીએ રાજકોટના વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ રાજકોટની બજારમાં પણ ફર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી કોઇ કારમાં નહીં, પરંતુ એક્ટિવા પર જોવા મળ્યા હતા. તેમની સાથે જ બાજુમાં બીજા એક્ટિવા પર તેમના પત્ની અંજલીબહેન પણ હતા. સામાન્ય માણસની માફક ટુ-વ્હીલર પર બેસીને જતા મુખ્યમંત્રીને જોઇને ભીડ ઉત્સાહિત થઇ ઉઠી હતી.

vijay rupani

ભાજપે આ વખતે પ્રચાર નીતિમાં થોડું પરિવર્તન કર્યું છે. ઠેર-ઠેર સભાઓ કરવાની સાથે જ તેમણે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. એમાં વળી વિજય રૂપાણીએ આ રીતે રાજકોટમાં એક્ટિવા પર સવારી કરી જનતાના મનમાં આદરભાવ ઊભો કર્યો છે. તેમણે ઉમેદવારીનું ફોર્મ પણ 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભર્યું હતું, આ સમયે તેમની સાથે નાણાં મંત્રી અરુણ જેટલી હાજર રહ્યા હતા. વળી એ પહેલાં પીએમ મોદીએ પણ ફોન કરી વિજય રૂપાણી શુભેચ્છા પાઠવી હતી. વિજય રૂપાણી પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના વિશ્વાસુ મનાય છે.

English summary
Gujarat Election 2017: CM Vijay Rupani and his wife roamed on activa in Rajkot.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.