દિનેશ બાંભણિયાના મુસીબતમાં: પુત્રનું અપહરણ, બહિષ્કારની ધમકી

Written By:
Subscribe to Oneindia News

રવિવારે સાંજે પાસ અને કોંગ્રેસ વચ્ચે અનામતના મુદ્દે સહમતિ સધાતા લાગી રહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારોનું સમર્થન મળવાની પૂરી શક્યતા છે. જો કે, રાત્રે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ આખું ચિત્ર પલટાઇ ગયું હતું. રવિવારે રાત્રે કેટલાક પાસના સભ્યો તથા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઘરે હોબાળો કર્યો હતો. ત્યાર બાદ સોમવારે સવારે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રના અપહણની ધમકીભર્યો ફોન તેમને આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિ ગુજરાતમાં વાત કરી રહ્યો હતો અને તેણે દિનેશના પુત્રને શાળાએથી ઉપાડી જવાની ધમકી આપી હતી. જો કે, તેમણે એ વાત સ્પષ્ટ નહોતી કરી કે આ અંગે તેઓ કોઇ કાયદાકીય પગલા લેનાર છે કે નહીં.

dinesh bambhaniya

તો બીજી તરફ દિનેશ બાંભણિયાએ ભરતસિંહ સોલંકીના ઘરે સામે કરેલ હોબાળાને ઉત્તર ગુજરાતના પાસના સભ્યોએ વખોડ્યો છે. તેમનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતના પાસના સભ્યો સાથે વાત કર્યા વિના આવું કોઇ પગલું ભરવું અયોગ્ય છે. સાથે જ તેમણે દિનેશ બાંભણિયા પર એનસીપી કે ભાજપ સાથે હાલ મિલાવ્યો હોવાનો આરોપ પણ મુક્યો હતો અને કહ્યું હતું કે, તેમણે આ હોબાળો કોઇના ઇશારો કર્યો હોવાનું જણાઇ રહ્યું છે અને આથી ઉત્તર ગુજરાત પાસ તેમને 24 કલાકનું અલ્ટિમેટમ આપે છે. આ દરમિયાન તેઓ ખુલાસો કરે કે તેમણે કોના ઇશારે આ કાર્ય કર્યું છે અને શા માટે? જો તેઓ સ્પષ્ટતા આપવામાં નિષ્ફળ રહ્યા તો ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ તેમનો બહિષ્કાર કરશે.

English summary
Gujarat Election 2017: Dinesh Bambhaniya threatened.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.