For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગર: ચૂંટણીમાં ઓનલાઇન વોચ રાખવા તંત્ર બન્યું હાઇટેક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તટસ્થ અને નિષ્પક્ષા થાય તે માટે તૈયારી શરુ. જામનગરમાં 30 સીસીટીવીથી સજજ ગાડીઓ કરવામાં આવી. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

જામનગરમાં ચૂંટણી નિષ્પક્ષ અને તટસ્થ બની રહે તેમજ શાંતિથી સંપન્ન થાય તે માટે પ્રથમ વાર જીપીઆરએસ તથા સીસીટીવીનો ઉપયોગ કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર રવિ શંકરે આ અંગે જણાવ્યું હતું કે, આ કામ માટે FST એટલે કે ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ અને SST એટલે કે સ્ટેટિક સર્વેલન્સ ટીમની 30 ટુકડી બનાવવામાં આવી છે. આ ટીમો તેમના માટે બનાવવામાં આવેલા ખાસ વાહનોમાં જે-તે સ્થળે જશે, તેને જિલ્લા કલેક્ટર દ્વારા એક સ્થળ પરથી ગૂગલ મેપ અને જીપીએસની મદદથી ટ્રેક કરી શકાશે. આ ટીમમાં મેજિસ્ટ્રેટ ઉપરાંત પોલીસ કર્મચારી અને વીડિયોગ્રાફર હાજર રહેશે.

Jamnagar

હાલ 30 જેટલી સીસીટીવી અને જીપીઆરએસ સિસ્ટમથી સજ્જ ગાડીઓ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જામનગર વહીવટી તંત્ર ચૂંટણી માટે સજ્જ થઈ ગયું છે. એમાં ખાસ કરીને આ વખતે ટેક્નોલોજીના માધ્યમનો બહોળો ઉપયોગ કરવામાં આવશે. જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન સિસ્ટમથી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ચૂંટણી કામગીરી પર બાજ નજર રાખવામાં આવશે. જામનગરમાં સૌ પ્રથમ આ વખતે ટેક્નોલોજીના માધ્યમનો ઉપયોગ કરી ચૂંટણી પ્રક્રિયામાં ઓનલાઈન સિસ્ટમની મદદથી સીસીટીવી અને જીપીઆરએસ વડે સતત ચૂંટણી પ્રક્રિયા પર વોચ રાખવામાં આવશે.

English summary
Gujarat Elections 2017: Administrative of Jamnagar are all set to keep a close watch on election activities through this high tech system.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X