સુરત:કામરેજમાં BJPની ઓફિસ બહાર પાસના કાર્યકર્તાઓનો હોબાળો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે ફરી એકવાર સુરતમાં પાસના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. સુરતના કામરેજ વિસ્તારમાં ભાજપના મુખ્ય કાર્યાલયની સામે પાસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. લગભગ 100-150 જેટલા કાર્યકર્તાઓ ઝંડા લઇને ભાજપના કાર્યાલયની બહાર પહોંચ્યા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કામરેજના યોગીચોક વિસ્તારમાં આ ઘટના બની હતી. કામરેજ વિધાનસભાના ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન થનાર હતું, એ પહેલાં જ આ ઘટના બની હતી.

hardik patel

મોટર સાયકલ પર આવેલા પાસના કાર્યકરોને પોલીસે ઘટના સ્થળેથી દુર કર્યા હતા. પાસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સમજાવીને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ શુક્રવારે સવારે યોગી ચોકમાં હંગામો કરવા બદલ સરથાણા પોલીસે 10થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પણ આ જ વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી હતી. ગુરૂવારે રાત્રે 8-8.30 વચ્ચે આ ઘટના બની હતી. ત્યાંથી પાસના કાર્યકર્તાઓ વરાછાના કાર્યાલય પર પણ પહોંચ્યા હતા અને એ પછી કરંજ પહોંચ્યા હતા. અહીં પોલીસ અને પાસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેના કારણે મામલો વધુ બગડ્યો હતો.

English summary
Gujarat Election 2017: Patidars protest at Surat on Thursday night.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.