મોદીજીના ભાષણમાં 60% કોંગ્રેસની વાતો: રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. તેઓ 5, 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચાર હેઠળ વિવિધ વિસ્તારોની મુલાકાત લેનાર છે અને જનસભાઓનું સંબોધન પણ કરશે. આ જ શ્રેણીમાં તેમણે કચ્છના અંજારમાં જનસભા સંબોધી હતી. રાહુલ ગાંધી પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જનસભાનું સંબોધન કરતાં કહ્યું હતું કે, થોડા સમય પહેલાં ભાજપના નેતાઓએ કચ્છની મુલાકાત લીધી અને જાત-જાતની વાતો કહી ગયા. પીએમ મોદીએ માત્ર રડવાનું જ બાકી રાખ્યું છે. ભાજપના લોકો વાતો તો 150ની કરે છે, પરંતુ આ આંકડામાંથી આગળથી 1 નીકળી જશે, એ વાત ચોક્કસ છે.

Rahul gandhi

PM મોદીના ભાષણ અંગે

અંજારમાં કચ્છી પાઘડી અને શાલ પહેરાવી રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ અહીં સંબોધન કરતા કહ્યું હતું કે, 'કોંગ્રેસ પાર્ટી આ વખતે જોષમાં ચૂંટણી લડી રહી છે અને ગુજરાતની જનતા પણ ભાજપથી થાક્યા છે. કાલે મારી બહેન ઘરે આવી હતી અને પૂછતી હતી કે, આ શું થઇ રહ્યું છે? મારા ભાણાંમાં આજકાલ બધું જ ગુજરાતી છે. મારી આદતો બગડી ગઇ છે, મારું વજન વધતું જાય છે. આ ચૂંટણીમાં મને ઘણો ફાયદો થયો છે, તમારા મનની વાત સાંભળવા મળી, ગુજરાતમાં શું-શું પરિવર્તન આવી રહ્યું છે એ જાણવા મળ્યું. મેં કાલે મોદીજીનું ભાષણ જોયું, તેઓ ભાષણમાં 60 ટકાનો સમય તેમણે કોંગ્રેસ અંગે બોલવામાં કાઢ્યો. આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ કે મોદીજી કે રાહુલ ગાંધી અંગે નથી, આ ચૂંટણી ગુજરાતની જનતાના ભવિષ્ય અંગે છે. પરંતુ મોદીજીએ પોતાના ભાષણમાં ગુજરાતના ભવિષ્ય અંગે ઉલ્લેખ જ નથી કર્યો. અમે મેનિફેસ્ટો બનાવ્યો, એ કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો નથી; લોકોને પૂછી-પૂછીને બનાવવામાં આવેલ મેનિફેસ્ટો છે. એમાં તમારા મનની વાત છે. પહેલા તમને કહી દેવામાં આવશે કે આ ઋતુમાં તમને કેટલો ભાવ મળશે.'

માંગ્યો 22 વર્ષનો હિસાબ

એડહોક પ્રોફેસરનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'અમે મેનિફેસ્ટોમાં કહ્યું છે કે, લોકોનો પગાર વધતો જશે. અમે લોકો સાથે વાતો કરી, તમે અમને જણાવ્યું કે તમને શું જોઇએ છે. પરંતુ ભાજપે આ નથી કર્યું, માટે મોદીજી પોતાની ભાષામાં 60 ટકા સમય સુધી કોંગ્રેસ અંગે વાત કરી શકે છે. છેલ્લા 22 વર્ષમાં શું થયું? છેલ્લા 22 વર્ષથી આપણે નર્મદાના પાણીની વાતો સાંભળી રહ્યાં છે. 45 હજાર એકર જમીન, જે તમારી જમીન હતી, એ ખેડૂતો પાસેથી છીનવી લઇ એક વ્યક્તિને આપવામાં આવી. એમને નર્મદાનું પાણી, વીજળી આપી. 1 રૂ. પ્રતિ મીટરથી જમીન ખરીદી એ વ્યક્તિએ અને પછી 3થી 5 હજાર પ્રતિ મીટરના ભાવે સરકારી કંપનીઓને વેચી.'

ગુજરાત મોડલ અંગે સવાલો

'મોદીજી ગુજરાત મોડલની વાત કરે છે, પરંતુ આ ગુજરાત મોડલ નથી. આ શ્રી નરેન્દ્ર મોદીજીનું મોડલ છે. ગુજરાત મોડલનો અર્થ હું તમને જણાવું. થોડા વર્ષ પહેલાં હું ન્યૂઝિલેન્ડ ગયો હતો. ત્યાં પ્રેઝન્ટેશનમાં જાણયું કે, તેઓ દરેક દેશમાં દૂધ વેચે છે, ભારતમાં નહીં. મેં કારણ પૂછ્યું, તો જવાબ મળ્યો, ગુજરાતમાં એક જગ્યા છે આણંદ. ગુજરાત અને આણંદની મહિલાઓ સાથે હરીફાઇ નહીં કરી શકીએ. ગુજરાત મોડલનો અર્થ ગુજરાતની મહિલાઓની, ખેડૂતોની શક્તિ, સુરતમાં દિવસભર કામ કરતા લોકોની શક્તિનો યોગ્ય પ્રયોગ. મોદીજીનું મોડલ છે, 45 હજાર એકર જમીન એક ઉદ્યોગપતિને, 35 હજારકરોડ ટાટા નેનો યોજનાને. મોદીજીને પૂછવા માંગુ છું, મોદીજીએ ગત ચૂંટણીમાં 50 લાખ ઘર બનાવવાનો વાયદો કર્યો હતો, 5 લાખ ઘરપણ નથી બનાવ્યા.' ઉધાર, શિક્ષણ, વીજળી વગેરે અંગેગુજરાતની સ્થિતિ અંગે પ્રશ્ન કર્યો હતો અને કહ્યું કે, હું મોદીજીને છૂટ આપું છું કે, તેઓ આ 4 નહીં, 4માંથી કોઇ પણ એક સવાલ પસંદ કરી જવાબ આપે.'

કોંગ્રેસ મેનિફેસ્ટો

'કોંગ્રેસ ગુજરાતના ભવિષ્ય અંગે શું કરશે, એ અંગે વાત કરતાં કહ્યું કે, ખેડૂતોનું ઉધાર માફ થશે. હોસ્પિટલોમાં મફતમાં દવાઓ, સારવાર મળશે. ઓછામાં ઓછા ખર્ચે આરોગ્ય સેવાઓ મળશે. ગુજરાતની જનતા માટે 25 લાખ ઘર બનાવીશું, છોકરીઓને મફતમાં શિક્ષણ મળશે. આખા મેનિફેસ્ટોને અમે અમલમાં મૂકીને દેખાડીશું. 5-10 ઉદ્યોગપતિઓ માટેની સરકાર નહીં હોય અમારી, ખેડૂતો, સુરતના વેપારીઓ, મહિલાઓ માટેની આ સરકાર હશે. અમે તમને અમારા મનની વાત નહીં કહીએ, અમે તમને તમારા મનની વાત પૂછીશું અને એમાંથી શક્ય એટલી માંગણીઓ પૂર્ણ કરીશું. ખોખલા વાયદાઓ નહીં કરીએ, મેનિફેસ્ટોમાંજે લખ્યું છે, એ કરવામાં પૂરો દમ લગાડીશું.'

નોટંબધી, GST, રાફેલ

'મોદીજી જ્યાં પણ જાય છે, ભ્રષ્ટાચાર અંગે વાતો કરે છે. નોટબંધી કરી લોકોને લાઇનમાં લગાડ્યા અને સૌએ જોયું કે, ભારતના સૂટ-બૂટવાળા ચોરોના કાળા નાણાં સફેદમાં બદલાઇ ગયા. ગબ્બરસિંહ ટેક્સ લાગુ કરી વેપારીઓની કમર તોડી નાંખી. આતોફાનમાંથી એક કંપની એવી નીકળી, જેણે મહિનઓમાં અમુક હજારને 80 કરોડમાં ફેરવી નાંખ્યા. જય શાહ, રફાયેલના મુદ્દાઓ માત્ર એક શરૂઆત છે, આવા તો હજુ ઘણા સવાલો સામે આવશે અને એને કોઇ નહીં રોકી શકે. મોદીજીએ સંસદ સત્ર મોડું કર્યું છે, કારણ કે, તેઓ નથી ઇચ્છતા કે સંસદમાં જય શાહ કે રાફેલ અંગે સવાલો થાય.'

English summary
Gujarat Election 2017: Congress VP Rahul Gandhi addresses rally in Kuchch.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.