અમદાવાદની એક કંપની EVM હેક કરવાની તૈયારીમાં: હાર્દિક પટેલ

Written By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત ચૂંટણીના એક દિવસ પહેલાં ટ્વીટ કરી ઇવીએમ પર સવાલ કર્યા હતા. હાર્દિક પટેલે શનિવારે મોડી રાત્રે ટ્વીટ કરી કહ્યું હતું કે, અમદાવાદની એક કંપની ઇવીએમ મશીનને હેક કરવાની તૈયારીમાં છે. હાર્દિક પટેલ આ પહેલા પણ અનેકવાર ઇવીએમ મશીન સાથે છેડછાડનો આરોપ લગાવી ચૂક્યાં છે. હાર્દિક પટેલે ટ્વીટ કરતાં લખ્યું છે કે, અમદાવાદની એક કંપની દ્વારા 140 સોફ્ટવેર એન્જિનિયર દ્વારા 5000 ઇવીએમ મશીનને સોર્સ કોડ દ્વારા હેક કરવાની તૈયારી છે.

Hardik

હાર્દિક પટેલે આ પહેલાં પણ કહ્યું હતું કે, જો ઇવીએમમાં કોઇ ગડબડ નહીં હોય તો ભાજપ 82 બેઠકો પર જ અટકી જશે. થોડા સમય પહેલાં જ હાર્દિકે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની હારનો અર્થ છે ભાજપનું પતન. ઇવીએમ સાથે છેડછાડ કરી ભાજપ ગુજરાત ચૂંટણી જીતશે અને હિમચાલ પ્રદેશની ચૂંટણી હારશે, જેથી કોઇ પ્રશ્ન ના કરે. ઇવીએમ અંગે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પણ સતત વિવિધ આરોપો કરી રહ્યાં છે. તો બીજી તરફ આવા આરોપોને નિરાધાર ગણાવતાં ચૂંટણી પંચે કહ્યું છે કે, કોઇ ઇવીએમને હેક કરી શકે નહીં. તો ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો હારવાના ડરને કારણે પહેલા જ આ પ્રકારના આરોપ કરી રહ્યાં છે.

English summary
Gujarat Election: An Ahmedabad based company planning to hack EVM machines, says Hardik Patel

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.