
Gujarat Election: ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો, અંદાજિત 4થી 5 હજારના ટોળાએ કર્યો હુમલો
Gujarat Election: બનાસકાંઠીની ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. ડીસાના ગવાડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આ હુમલો કરાયો હોવાનો શશીકાંત પંડ્યા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. અંદાજિત 4થી 5 હજાર લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. પંડ્યાએ જણાવ્યુ કે, 'મારી ગાડી પર હુમલો કરી ગાડીને પલટી મરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.'
શશીકાંત પંડ્યાએ વધુમાં જણાવ્યુ કે, 'બોગસ મતદાનની વાત મળતા હું ગવાડી વિસ્તારમાં ગયો હતો અને ત્યાં મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર અસામાજિક તત્વોને હું જડબાતોડ જવાબ આપી શકુ તેમ છુ. મે રેન્જ આઈજી અને બનાસકાંઠા એસપીને ઘટનાની જાણ કરી છે. પોલીસને પણ ટોળાએ ઘેરી લીધી હતી. જેથી પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને લોકોના ટોળાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.' ધારાસભ્ય શશીકાંત પર હુમલાની જાણ થતા તેમના કાર્યાલય ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી.
તમને જણાવી દઈએ કે શશીકાંત પંડ્યા બનાસકાંઠીની વિધાનસભાની ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં ડીસાના સંવેદનશીલ વિસ્તારમાં ધારાસભ્ય પર હુમલો થયાની ઘટના બની હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શશીકાંત પંડ્યાએ આરોપ લગાવ્યો કે 4થી 5 હજાર અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો અને તેમની ગાડીને પલટી મારવાનો પ્રયાસ કર્યો હતો.