ગુજરાત ચૂંટણી: મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં કોંગ્રેસે કરી અરજી

Subscribe to Oneindia News

ચૂંટણીમાં મતદાતા સૌથી અગત્યનું પરિબળ હોય છે, ત્યારે વડોદરામાં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગાયબ થઈ જતા વડોદરા કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. વડોદરા કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી અધિકારીને આવેદન આપીને તપાસ કરવાની માંગણી રજૂ કરી હતી. આ મુદ્દે પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે તેમાંથી ઘણા નામો ગાયબ છે. આ નામ ફરીથી મતદાર યાદીમાં સમાવેશ પામે તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

Vadoda

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો વચ્ચે પણ ગરમાગરમી વધી ગઇ છે. મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના મામલે નરેન્દ્ર રાવતે ભાજપ પર આરોપ મુકતા કહ્યું હતું કે, આ યાદીમાં કોંગ્રેસના કેટલાક લોકોના નામ ગાયબ છે અને તે ભાજપનું કાવતરું છે. આમ કહીને તેમણે ઉગ્ર રોષ પણ વ્યક્ત કર્યો હતો અને ઘટનાની તપાસની માંગણી કરી હતી.

English summary
Gujarat Election 2017: Few names are missing from the voters list of Vadodara. Congress filed an application and demands investigation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.