હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી કહ્યુ, ભાજપ 150 સીટો જીતશે, ગઈ કાલે લાગ્યા હતા હાર્દિક વિરુદ્ધ પોસ્ટરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ બીજા તબક્કાનુ મતદાન શરુ થઈ ચૂક્યુ છે ત્યારે વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ બીજા તબક્કાનુ મતદાન શરુ થઈ ચૂક્યુ છે ત્યારે વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મત આપ્યા બાદ તેમણે જણાવ્યુ કે ભાજપે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યુ છે. માટે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવો. લોકશાહીના મહાપર્વને મનાવવા હું તમામ મતદારોને અપીલ કરુ છુ કે મતદાન કરે. વળી હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Hardik Patel

હાર્દિક પટેલે મતદાન કર્યા પછી જણાવ્યુ હતુ કે 10 વર્ષ બાદ ભાજપ વિરમગામમાં જીતવા જઈ રહી છે. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના મતદાન પછી અનેક અટકળો ચાલી રહી છે પરંતુ ભાજપના તરફેણમાં મતદાન થયુ છે. ગુજરાતમાં ભાજપના કારણે મોટાપાયે વિકાસલક્ષી કાર્યો થયા છે. હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી કહ્યુ કે વિરમગામમાં કોંગ્રેસના શાસનથી લોકો કંટાળી ગયા છે. 8 ડિસેમ્બરે હાર્દિકની જીત નક્કી છે.

તમને જણાવી દઈએ કે મતદાનના એક દિવસ પહેલા જ વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવાયા છે. શહીદોને ન્યાય નહિ ત્યાં સુધી હાર્દિકને વોટ નહિ. ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહિ. જે લોહીનો ના થાય તે કોઈનો ના થાય. દે હાર્દિક સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે? જેવા પોસ્ટરો લાગ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરોથી રાજકારણ ગરમાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X