રાજકોટમાં પાટીદારોએ કર્યો હાર્દિક પટેલનો વિરોધ

Written By:
Subscribe to Oneindia News

પાસ કન્વીનર હાર્દિક પટેલે બુધવારે સવારે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસની અનમાતની ફોર્મ્યૂલા માન્ય રાખતાં સમર્થન જાહેર કર્યું હતું. તેણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેની સાથે એસપીજી, ખોડલધામ અને ઉંઝા ઉમિયાધામ જેવી સંસ્થાઓ પણ છે. જો કે, તેની પત્રકાર પરિષદના લગભગ તુરંત બાદ જ ઉંઝા ઉમિયાધામ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાર્દિકે કોંગ્રેસની અનામતના ફોર્મ્યૂલા બાબતે કે તેને હામી ભરતા પહેલાં તેમની સાથે કોઇ વાત કે ચર્ચા કરી નથી. ત્યાર બાદ અનેક જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ શરૂ થયો છે. રાજકોટમાં ગુરૂવારે પાટીદાર યુવાનો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો.

hardik patel

રાજકોટમાં પાટીદાર યુવાઓએ રસ્તા પર 'હાર્દિક હાય હાય'ના નારા લગાવ્યા હતા અને સાથે જ તેનું પૂતળું પણ બાળ્યું હતું. તેમનું કહેવું હતું કે, હાર્દિક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે. તેણે કોઇ પણ સંસ્થા સાથે વાત કર્યા વિના, ચર્ચા કર્યા વિના કોંગ્રેસની ફોર્મ્યૂલાને ઓકે કરી દીધી. હાર્દિક કહેતો હતો કે, ભાજપ કે કોંગ્રેસ, જે અનામતની માંગ સ્વીકારે એને જ સમર્થન મળશે. એની જગ્યાએ તેણે ચૂંટણી આગળ કોંગ્રેસની ફોર્મ્યૂલા ઓકે કરી કોંગ્રેસને ટેકો આપવાની વાત કરી છે. આ વાતે જ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં સાંમાકાંઠા વિસ્તાર અને મવડી ચોકડીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હાર્દિકનો વિરોધ કર્યો હતો.

English summary
Gujarat Election 2017: Patidars protest against Hardik Patel after said ok to Reservation formula of Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.