રાહુલ ગાંધી રાજ્યમાં આવી પાયાવિહોણી વાતો કર છે: વિજય રૂપાણી

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. રાજ્યમાં રાહુલ ગાંધીની વારંવારની મુલાકાતો દરમિયાન તેમણે રાજ્યના વિકાસ મોંઘુ ભણતર, મોંઘી આરોગ્ય સેવાઓ વગેરે જેવા મુદ્દે પીએમ મોદી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ મામલે તથ્યો વર્ણવતા મીએમ રૂપાણીએ કહ્યું કે, આ બધા મુદ્દાઓમાંથી જો એક પણ મુદ્દો સાચો હોય, તો રાહુલ ગાંધી મને મળે. એક મોટા પક્ષના નેતા તરીકે તેઓ જે આંકડાઓ રજૂ કરે, એનો આધાર હોવો જોઇએ. આજે હું તેમને પડકાર ફેંકવા આવ્યો છું, તેમણે રજૂ કરેલ આકંડાઓ ખોટા છે. રાહુલ ગાંધી ગપ્પા મારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્યમાં 13 હજાર સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે. પ્રાઇવેટ શાળાઓ અને શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે એમ તે કહે છે. આ આંકડાઓ એ ક્યાંથી લાવ્યા એ ખબર નથી પડતી. 2000 સુધી રાજ્યમાં પ્રાથમિક અને હાયર સેકન્ડરી શાળાઓનો આંકડો 40 હજારની આસપાસ હતો. એમાંથી શાળાઓ બંધ થઇ હોય તો આ આંકડો ઘટવો જોઇએ, એની જગ્યાએ આજે કુલ શાળાઓની સંખ્યા છે 58,352. એનો અર્થ થાય 17 હજાર શાળાઓ વધી છે.

vijay rupani

CMએ આપી આંકડાકીય માહિતી

તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી સાવ જૂઠ્ઠું બોલે છે અને કોઇ આધાર વગર વાતો કરે છે. મારી તમને વિનંતી છે કે, કોઇક દિવસ એમને પૂછો તો ખરા કે આ બધું ક્યાંથી બોલે છે, કોણ માહિતી લાવે છે અને કોણ સ્ક્રિપ્ટ લખે છે. વિધવા પેન્શનો આકંડો રાહુલ ગાંધીએ આપ્યો 450 રૂપિયા, આપણે 1000 રૂ. આપીએ છીએ. નર્મદા માટે તેમણે કહ્યું કે, આ પાણી ઉદ્યોગપતિઓને અપાય છે. હકીકતમાં નર્મદાનું 78 ટકા પાણી 9500 ગામડા, 167 શહેરો સુધી પહોંચે છે. 20 ટકા પાણી ઇરિગેશનમાં જાય છે અને 2 ટકા ઉદ્યોગોને જાય છે. ભાજપ સરકાર પહેલેથી પ્રથમ પ્રાથમિકતા પીવાના પાણીને, બીજી સિંચાઇ અને ત્રીજી ઉદ્યોગોને આપે છે.

GST અને નોટબંધી

પીએમ મોદી અંગે વાત કરતા તેમણે કહ્યું કે, મૂડીએ નરેન્દ્રભાઇનું રેટિંગ વધાર્યું છે, તેમની લોકપ્રિયતા અકબંધ છે અને તેમાં વધારો નોંધાયો છે. નરેન્દ્ર મોદીના તમામ પગલાઓને દેશની જનતાનું સમર્થન મળ્યું છે. ગઇકાલના પિંચના રિપોર્ટ પરથી એ વાત સાબિત થઇ છે. 8 નવેમ્બરે નોટબંધી જાહેર થઇ, 10 ડિસેમ્બરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ. 80 ટકા મત ભાજપને મળ્યા હતા. ત્યાર પછી 5 રાજ્યોમાં ચૂંટણી થઇ અને એના પરિણામો પછી કઇ કહેવાનું બચતું નથી. કાણા નાણાં સામે કોંગ્રેસે ક્યારેય કોઇ પગલા લીધા નથી. કોંગ્રેસના નિવેદનો કાળા નાણાંનો બચાવ કરતા હોય એવા છે. એવું જ જીએસટીમાં પણ છે.

English summary
Gujarat Elections 2017: CM Vijay Rupani addressed press conference.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.