For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election : પ્રાચીમાં પીએમ નરેન્દ્ર મોદીએ ફેક્યું OBC કાર્ડ

પ્રાચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરી તેમની જનસભા. જાણો પીએમ મોદીએ આ જનસભામાં શું કહ્યું

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ પાસે પ્રાચીમાં જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે પીએમ નહેરુ અને સરદાર પટેલ તથા સોમનાથ મંદિર અને રાહુલ અંગે ટિપ્પણી કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાચી ખાતેની જનસભાના મહત્વના મુદ્દાઓ અને તેમના ભાષણના અંશોને વિગતવાર વાંચો અહીં...

Narendra Modi

સરદાર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર પટેલ જ્યારે સોમનાથ મંદિર બનાવ્યું ત્યારે તેના ઉદ્ધાટન માટે તે વખતના રાષ્ટ્રપતિને બોલાવ્યા હતા. પણ તે વખતના વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુએ પત્ર લખીને રાષ્ટ્રપતિને આ કાર્યક્રમમાં ના જવા અંગે કહ્યુ હતું. આ કોંગ્રેસે કદી પણ સરદાર પટેલના સરદાર સરોવરને અને સરદાર પટેલના સોમનાથ મંદિરને મહત્વ નથી આપ્યું.

ઓબીસી

સાથે જ મોદીએ કહ્યું કે ઓબીસીને બંધારણ મુજબ અધિકાર મળે તેવી માંગણી લાંબા સમયથી થઇ રહી છે. પણ જે કોંગ્રેસ સરકાર ગુજરાતમાં વોટ માટે તેમનો સાથ માંગી રહી છે તે સરકાર ઓબીસીના હકો આપવા માટે આટલા વખતથી કેમ પાછી રહી ગઇ. સાથે જ તેમણે કહ્યું કે અમારી સરકાર આવનારા સમયમાં ઓબીસીને તેમનો હક આપશે.

મોદી ગણાવ્યા વિકાસના કામો


વડાપ્રધાન તેમની આ સભામાં તેમના વિકાસ કાર્યો પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે વેપાર અને રોજગાર વધે તે માટે અમે સોમનાથ ક્ષેત્રનો વિકાસ કરી રહ્યા છે. તેમણે આ પ્રસંગે નર્મદા, સૌની યોજના, દહેજ -ઘોઘા રો રો ફેરી જેવા કાર્યોની વાત કરીને કહ્યું કે આ રીતે તેમની સરકારે વિકાસની રાહ પર ચાલી રહ્યા છીએ.

પેપ્સી કોલા

5 ટકા સાચા ફળનો રસ ઉમેરવાની વાત મેં પેપ્સી કોલા વાળાને કરી. તેમણે કહ્યું કે આમ કરવાથી ખેડૂતોનો પાક લેવા માટે પેપ્પી કોલા વાળા આવશે. તેનાથી ખેડૂતોને પણ લાભ થશે અને લોકોનો સ્વાસ્થય. તેમણે કહ્યું કે આવા વિચાર અમે લાવ્યા છીએ જેથી ખેડૂતોને લાભ થાય.

English summary
Gujarat Elections 2017: PM Narendra Modi addresses Public Meeting at Prachi. Read here his speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X