14 ડિસેમ્બરે શરૂ થશે બીજા તબક્કાની ચૂંટણી, 93 બેઠકો પર સંગ્રામ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે થશે. તે માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે વિતગવાર જાણો અહી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કાલે સાંજે 5 વાગે સમાપ્ત થઇ ગયો. અને હવે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થશે. જેમાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. અંતિમ ચરણના મતદાનને શરૂ થતા પહેલા ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ તેમની સંપૂર્ણ તાકાત આ ચૂંટણીમાં નાખી હતી. એક તરફ સી પ્લેનની ઉડ્ડાન ભરી મોદીએ વોટર્સને પોતાની તરફ આકર્ષિત કર્યા તો બીજી તરફ રાહુલે પણ છેલ્લે પ્રેસવાર્તા કરી અને શહીદના પરિવારને મળીને ગુજરાતની જનતાથી વોટ માંગ્યો. નોંધનીય છે કે બીજા ચરણના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરશે. અને તે પછી 18 ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર કરશે.

ગુજરાત માટે આ વખતની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. આ ચૂંટણી જ્યાં હાર્દિક, જીજ્ઞેશ જેવા યુવા નેતાઓનું ભવિષ્ય સ્પષ્ટ કરશે. ત્યાં જ રાજનીતિના જૂના ખેલાડી મોદી અને રાહુલનું પણ ભવિષ્ય નક્કી કરનારી સાબિત થશે. ત્યારે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ખાસ 25558 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જે 851 ઉમેદવારોનું 14 ડિસેમ્બરના રોજ ભાવિ નક્કી કરશે. જેમાં 782 પુરુષ ઉમેદવાર છે અને 69 મહિલા ઉમેદવાર. વધુમાં અપક્ષમાં પણ આ વખતે મોટી સંખ્યામાં ઉમેદવાર ઊભા છે. બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 2 કરોડ 22 લાખ 96,867 મતદાતા છે. જેમાં કુલ 1 કરોડ 15 લાખ 47,435 પુરુષ મતદાતા અને 1 કરોડ 7 લાખ 48,977 મહિલા મતદાતા છે.












Click it and Unblock the Notifications
