દિકરા પછી માં કરશે ચૂંટણી પ્રચાર કોંગ્રેસનો
ગુજરાતમાં કોંગ્રેસને મળી રહેલી સફળતા જોઇને રાહુલ ગાંધી પછી સોનિયા ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવનાઓ વધી છે. જાણો આ અંગે વધુ અહીં
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તો હાલમાં ગુજરાતને ઘમરોળી રહ્યા છે પરંતુ હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પોતે ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં વેગ પકડી રહીછે તે જોતા સોનિયા ગાંધી ગુજરાતની મુલાકાત કરશે તેમજ સોનિયા ગાંધી ખાસ કરીને આદિવાસી પટ્ટાની મુલાકાત લેશે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પ્રાથમિક માહિતી અનુસાર સોનિયા ગાંધી પંચમહાલ, ગોધરા, તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાની મુલાકાત લે તેવી શક્યતા છે જો આમ થશે તો સોનિયા ગાંધીનો આ સૌ પ્રથમ ગુજરાતનો ચૂંટણી પ્રવાસ હશે. ખાસ કરીને ભાજપ કોંગ્રેસની વચ્ચે જ્યાં કાંટે કી ટકકર જેવો માહોલ હશે ત્યાં સોનિયા ગાંધીની સભા થાય તેવું આયોજન કોંગ્રેસ વિચારી રહી છે. જોકે આ સમગ્ર આયોજન સોનિયા ગાંધીના શારિરીક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
