For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : આણંદ જિલ્લાના દરેક તાલુકામાં કોમ્યુનિટી હોલ બંધાશે

|
Google Oneindia Gujarati News

anand-district-map
આણંદ, 13 એપ્રિલ : ગુજરાતના આણંદ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ વોરાના સૂચન પ્રમાણે ખાસ અનુદાનમાંથી જિલ્લાના પ્રત્યેક તાલુકામાં એક સુવિધાસભર કોમ્યુનિટી હોલ બનાવવાના પ્રસ્તાવને બહાલી આપવામાં આવી હતી. સંબંધિત અનુદાન હેઠળ રૂપિયા 25 લાખ જેટલી રકમ મળવાપાત્ર છે. આ સંજોગોમાં સાંસદ ધારાસભ્ય વિસ્તાર વિકાસ અનુદાન સહિતની જોગવાઇઓમાંથી પૂરક રકમ મંજૂર કરવાની વાત પણ સ્વીકારવામાં આવી હતી.

ઘડવામાં આવેલા આયોજનમાં હેતુફેર કરવાની જરૂર પડે ત્યારે વિલંબ અટકાવવા કલેક્ટરને તેનો સત્તાધિકાર સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇપણ વિશેષ અનુદાન સરકારમાંથી આવે ત્યારે ધારાસભ્યો,પદાધિકારીઓને વાફેક રાખીને આદરમાન જાળવીને વિકાસલક્ષી આયોજન તૈયાર કરવાની મંત્રીએ ભલામણ કરી હતી.

આણંદ જિલ્લામાં જિલ્લા આયોજન મંડળે સન 2013-14ના વર્ષમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા, રમત ગમત યુવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી રમણલાલ વોરાના માર્ગદર્શન અને જિલ્લા કલેક્ટર સંદીપકુમારના નેતૃત્વ હેઠળ રૂપિયા 958.33 લાખના ખર્ચે કુલ 1021 વિકાસ કામોનું સમગ્ર જિલ્લાને આવરી લેતુ આયોજન કર્યુ છે.

ઉલ્લેનીયછે કે જિલ્લાને મળવાપાત્ર રકમ રૂપિયા 830 લાખની સામે વિવેકાધિન (સામાન્ય, ખાસ અંગભૂત અને પ્રોત્સાહક)જોગવાઇઓ હેઠળ રૂપિયા 958.33 લાખનું વિકાસલક્ષી કામોનું આયોજન ઘડવામાં આવ્યું છે.

ઉપરોક્ત કાર્ય આયોજનમાં ગ્રામ્ય રસ્તાના કુલ 347, પાણી પુરવઠાના કુલ 271, ગંદા વસવાટોની સુધારણાના કુલ 78 , ગ્રામ વીજળીકરણના કુલ 10 અને સ્થાનિક વિકાસના કુલ 307 કામોનો સમાવેશ થાય છે. આયોજિત કામોના અમલીકરણથી નાગરિકોને પાયાની અને મૂળભૂત સુવિધાઓ વ્યાપકપણે ઉપલબ્ધ થવાથી સાધન સુવિધા અને જીવનની ગુણવત્તા સુધરશે. તેવી તંત્રને અપેક્ષા છે ખંભાત અને તારાપુર તાલુકાઓને ભૌગૌલિક ખાસ પછાત વિસ્તાર હેઠળ વિકાસ કામોનો લાભ મળશે તે ઉલ્લેખનીય છે.

આજે આણંદ ખાતે ર્ડા.આંબેડકર ભવનનો શિલાન્યાસવિધિ સમારોહ
આણંદ ખાતે ર્ડો.આંબેડકર ભવન બનાવવા માટે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના હસ્તે 13 એપ્રિલ, 2013ના શનિવારના રોજ સાંજે 5.00 કલાકે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ભવન આણંદ ખાતે વ્યાયામ શાળા, રાધાસ્વામી એપાર્ટમેન્ટ સામે, આણંદ ખાતે રૂપિયા 1.52 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર હોવાનું જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી નયનાબેન શ્રીમાળીએ જણાવ્યું છે.

English summary
Gujarat : every block of Anand district will build community hall.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X