
Gujarat Exit Polls 2022 : આ સર્વેમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટ, જાણો કેટલા ટકા મત મળી રહ્યા છે?
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થઈ ગયુ છે અને એક્ઝિટ પોલ પણ આવી ગયા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી ફરીથી સત્તામાં આવતી જોવા મળી રહી છે. સર્વેમાં આમ આદમી પાર્ટીને લઈને ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં હતી તે પ્રમાણે તે સીટો મેળવતી જોવા મળી રહી નથી. જો કે એક એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સૌથી વધુ સીટો આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો ત્યારે હવે ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટ મળતી જોવા મળી છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં બીજેપીને 129થી 151, કોંગ્રેસને 16થી 30 અને આમ આદમી પાર્ટીને 9થી 21 સીટો મળવાની સંભાવના છે. આ સિવાય આ સર્વેમાં અન્યને પણ 2થી 6 સીટ આપવામાં આવી છે.
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલના આંકડામાં વોટ શેરના ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં બીજેપીને 46 ટકા, કોંગ્રેસને 26 ટકા અને આમ આદમી પાર્ટીને 20 ટકા મત મળવાની સંભાવના છે.
અન્ય સર્વેની વાત કરીએ તો, ABP-CVoter એ AAPને 3 થી 11 સીટો આપી છે. ન્યૂઝ 24 ટુડે AAPને 11, ન્યૂઝ X જન કી બાતમાં 6 થી 13, ટાઇમ્સ નાઉ ETGમાં 6, TV9 ગુજરાતીએ 3 થી 5 અને ઝી ન્યૂઝ-BARCએ AAPને 1 થી 5 સીટ આપી છે.