For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત FDCA અમેરિકાના ડ્રગ સ્ટાન્ડર્ડ સાથે હાથ મિલાવ્યો

|
Google Oneindia Gujarati News

pharma-medicine
અમદાવાદ, 22 એપ્રિલ : ગુજરાતમાં તૈયાર થતી દવાઓની ગુણવત્તા સુધારવાના હેતુથી યુનાઇટેડ સ્ટેટ્સ ફાર્માકોપિયા (યુએસપી)એ ગુજરાતની ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનીસ્ટ્રેશન (એફડીસીએ) સાથે હાથ મિલાવ્યા છે. ગુજરાતની એફડીસીએ દ્વારા આ મુદ્દે યુએસપી સાથે મેમેરોન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કરવામાં આવ્યા છે. આ એમઓયુના કારણે ગુજરાત હવે યુએસપી દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોનું માર્ગદર્શન લઇ શકશે. આમ થવાથી ગુજરાતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તા સુધરવાની સાથે આ અંગે નવી માહિતી અને તાલીમનું આદાનપ્રદાન પણ શક્ય બનશે.

અમેરિકામાં યુએસપી એવું સત્તામંડળ છે જે દવાના પ્રિસ્ક્રિપ્શન અને કાઉન્ટર મેડિસીન અંગે જાહેર માપદંડો નક્કી કરે છે. આ ઉપરાંત તે અમેરિકામાં વેચાતી સ્વાસ્થ્ય સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ અંગેના માપદંડો પણ નિર્ધારિત કરે છે. અમેરિકાના આ બિનસરકારી સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોનો 130 દેશોમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ દેશોના નિયંત્રકો યુએસપી દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડો અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનું એફડીસીએ સેમ્પલને ઓળખીને તેના માટે માપદંડો નિર્ધારિત કરવા માટે ઓપન માર્કેટ સોર્સની મદદ લઇને પુસ્તકો અને અન્ય વાંચન સામગ્રી તૈયાર કરવા માટે વાર્ષિક રૂપિયા 20 લાખનો ખર્ચો કરે છે.

આ અંગે ગુજરાત એફડીસીએના કમિશનર, એચ જી કોશિયાએ જણાવ્યું કે "યુએસપી સાથેના આ એમઓયુને કારણે હવે અડધી કિંમતમાં જ સેમ્પલ ઓળખવા અને ત્યાર બાદની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકાશે. આ કારણે નાગરિકોના નાણાનો બચાવ થશે. ગુજરાત દેશનું સર્વપ્રથમ એવું રાજ્ય છે, જ્યાં આ પ્રકારની સુવિધા મેળવવામાં આવી છે."

એફડીસીએ દ્વારા યુએસપીને ગુજરાતમાં એક લેબોરેટરી શરૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેના કારણે ગુજરાતની ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને અમેરિકામાં ફાયદો થશે. તેમને નવી ઓળખ પ્રાપ્ત થશે. ભારતમાં યુએસપી હાલ હૈદરાબાદ ખાતે એક લેબોરેટરી ધરાવે છે.

English summary
Gujarat FDCA joins hands with US drug standards setter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X