For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RPF જવાને જાનની બાજી લગાવી ગુજરાતમાં પુરમાં 8 લોકોને બચાવ્યા

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યની એનડીઆરએફ, આર્મી અને એરફોર્સના જવાનો મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યની એનડીઆરએફ, આર્મી અને એરફોર્સના જવાનો મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. વાયુસેનાએ સૌરાષ્ટ્ર પ્રદેશ અને વડોદરા જિલ્લાના સેંકડો લોકોને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળોએ પહોંચાડ્યા છે. તે જ સમયે, કચ્છના વિસ્તાર, ભુજમાં નીચલા સ્થળોએ 20 ફૂટથી વધુ પાણી ભરાયા છે. જ્યાં પોલીસ અને આરપીએફ જવાન પીડિતોને મદદ કરી રહ્યા છે. આ દરમિયાન, એક આરપીએફ જવાન પોતાના જીવની ચિંતા કર્યા વિના લોકોને બચાવે છે, તેની હિંમતની ચર્ચા થઈ રહી છે.

આરપીએફ જવાને જોયું કે પુરમાં 8 લોકો જીવન માટે ઝઝૂમી રહ્યા છે

આરપીએફ જવાને જોયું કે પુરમાં 8 લોકો જીવન માટે ઝઝૂમી રહ્યા છે

ખરેખર, શિવચરણ ગુર્જર નામનો આરપીએફ જવાન મહેસાણાથી ગાંધીધામ જઇ રહેલી ટ્રેનમાં ફરજ પર હતો. રેલવેના પાટા ઉપર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનને સામખીયાળી ગામ નજીક રોકી હતી. આવી સ્થિતિમાં શિવચરણે ટ્રેનમાંથી જોયું કે ઘણા લોકો પાણીની વચ્ચે અટવાયેલા છે. તેઓ એક ઝાડનો આશરો લેતા હતા અને મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. ત્યાંની પોલીસ પણ તેમને બચાવવા આવી હતી. પરંતુ ત્યાં પાણી ખુબ જ વધારે હતું. આવી સ્થિતિમાં શિવચરણે જાતે જ તેમને બચાવવાનો નિર્ણય કર્યો.

પોતાની ચિંતા કર્યા વિના પાણીમાં કૂદયા

પોતાની ચિંતા કર્યા વિના પાણીમાં કૂદયા

શિવચરણ ટ્રેન પરથી નીચે કૂદીને પૂરગ્રસ્ત લોકોને બચાવવા માટે નીકળી ગયા. આ સમય દરમિયાન સિપાહીઓએ શિવચરણને રોકવાનો પ્રયાસ કર્યો. સૈનિકોએ કહ્યું કે ત્યાં 20 ફૂટથી વધુ પાણી છે, બોટ વિના જવું સારું નહીં. જોકે, શિવચરણ સહમત ન થયા. શિવચરણે કહ્યું કે હું તેમને બચાવવા જઈ રહ્યો છું, જો હું પાછો નહીં આવે તો મારા પરિવારને જણાવી દેજો. તેમણે સૈનિકોને એમ પણ કહ્યું કે મારો લોકોને બચાવવાનો વીડિયો મારા પરિવારને બતાવજો અને તેમને કહેજો કે હું પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હું શહીદ થયો છું.

એક એક કરીને બધા જ લોકોને બચાવી લેવામાં આવ્યા

એક એક કરીને બધા જ લોકોને બચાવી લેવામાં આવ્યા

આવું કહીને શિવચરણ ઉંડા પાણીમાં કૂદી પડ્યા. તેમના હાથમાં દોરડું હતું. આ દોરડાની મદદથી તેમને તે પૂરમાં ઝાડ પર ફસાયેલા 8 લોકોને બચાવ્યા. તેમને એક એક કરીને લોકોને ત્યાંથી બહાર કાઢ્યા. આવી સ્થિતિમાં ત્યાં હાજર સૈનિકોએ શિવચરણની હિંમતની પ્રશંસા કરી. ભચાઉના ડીએસપી કેજી ઝાલાએ કહ્યું કે શિવચરણની હિંમત ખરેખર પ્રશંસનીય છે. વિલંબ કર્યા વિના, તેમને લોકોને બચાવવાનું નક્કી કર્યું અને દોરડું લઈને ઝડપી પાણીના પ્રવાહમાં કૂદી ગયા. તેમને બધાને બચાવવાની સાથે સાથે પોતાના જીવની ચિંતા નહીં કરી

આ પણ વાંચો: પૂર આવવાથી વડોદરા શહેરમાં મગરો જોવા મળ્યા, અત્યાર સુધીમાં 25 પકડાયા

English summary
Gujarat Flood: RPF jawans rescued 8 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X