For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ગૌરવ યાત્રા : વલસાડ ખાતે પૂર્ણેશ મોદીએ જાહેર સભ સંબોધી

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલા ઉનાઇથી ફાગવેલ ગૌરવ યાત્રાના પ્રથમ દિવસે વલસાડ ખાતે ગુજરાત રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ એક જાહેર સભાને સંબોધતા અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતુ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલા ઉનાઇથી ફાગવેલ ગૌરવ યાત્રાના પ્રથમ દિવસે વલસાડ ખાતે ગુજરાત રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ એક જાહેર સભાને સંબોધતા અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજપીપળા મુકામે બીરસા મુંડા એક જબરજસ્ત ઇમારતના બાંધકામનું કામ ચાલી રહ્યું છે.

Gujarat Gaurav Yatra

વિશ્વના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવે, ત્યારે એક બાજુ સુરત અને બીજી બાજુ સાપુતારા ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે કે, કામ બોલે છે, આ કેવા પ્રકારના કામો બોલે છે, તે ગુજરાતની જાહેર જનતા સુપેરે પરિચિત છે. કદાચ નવી પેઢીને ખબર નહીં હોય કે, પહેલાં સુરતનું નામ પહેલા મહમ્મદ સુરતી, વડોદરા રાજુ રીસાલદાર અને અમદાવાદ લતીફ જેવા નામોથી ઓળખાતા હતા, પરંતુ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વન નેશન, વન રાશન યોજના હેઠળ રાજ્યનો કોઇપણ વ્યક્તિ કોઇપણ ખૂણામાં જાય તેને રેશન કાર્ડ સરળતાથી મળી રહે.

દેશમાં દર 100 વર્ષે મહામારી આવતી હતી, તેમાં અનેક વ્યક્તિઓ મોતને ભેટ્યા છે, આ મૃત્યુંનું કારણ મહામારી નહીં પણ ભુખમરાના કારણે થયાં હતા. સમગ્ર વિશ્વમાં વર્ષ 2020માં આવેલી આફત આવી તે કેવી મહામારી હતી, તે કેવી રીતે આપણે તેમાંથી બચ્યાં છીએ, ત્યારે દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદી પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર રાત દિવસ એક કરી દેશના યશસ્વી વૈજ્ઞાનિકોની સાથે રહી આ મહામારીમાંથી બચવાની રસી શોધી કાઢી હતી. દેશના નાગરિકોને રસીકરણ કરી તેઓના જીવનને બચાવવાનું જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોને રસી પહોંચાડી ત્યાંના નાગરિકોના પણ જીવ બચાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. એટલું જ નહીં પણ કોરોના મહામારીના કારણે દેશમાં ભુખમરો ઉભો ન થાય તે માટે સમગ્ર દેશમાં વન નેશન વન રેશન યોજના હેઠળ નાગરિકો મફત અનાજ પણ પુરૂ પાડ્યું છે.

હિન્દુસ્તાનના 75મા વર્ષે દેશના ઘણા લોકો પાસે ઘરનું ઘર ન હોવાનું સામે આવતાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો લોકોને ઘરનું ઘર પુરૂ પાડ્યું છે. માત્ર ઘરનું ઘર હોવું આવશ્યક ન જણાતા દેશની માતાઓ અને બહેનોની સલામતી હેઠળ તેઓને ખુલ્લામાં શૌચ ક્રિયા માટે જવું ન પડે તે માટે ઠેર ઠેર શૌચાલયો બનાવવાનું ભગીરથ કાર્ય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી કરોડો ગરીબોની અસ્મિતા જાળવવાનું કામ કર્યું છે.

આઝાદી બાદ માત્ર 20 વર્ષોમાં શુદ્ધ પીવાનું પાણી મળવું જોઇએ, પરંતુ કોંગ્રીસીઓ માત્ર સત્તાની લાલસામાં વ્યસ્ત રહી પીવાનું પાણી પણ આપી શક્યાં નથી. જ્યારે પ્રધાનસેવકના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં નલ સે જલ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં કચ્છ જિલ્લા સ઼ુધી પાઇપલાઇન મારફતે ઘેર ઘેર પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂ પાડ્યું છે.

આઝાદી બાદ કોંગ્રેસ દ્વારા ગરીબી હટાવોનો નારો આપ્યો હતો, ગરીબી તો ન હટી પરંતુ ગરીબો હટી ગયા છે. જ્યારે પ્રધાનસેવક નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિર્ઘ દ્રષ્ટિ અને સાફ નિયતથી ગરીબો અને મધ્યમવર્ગના લોકોનું જીવન સ્તર ઉચું આવેલ છે.

કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વીજળી વારંવાર જતી રહેતી હતી અને કલાકો સુધી વીજળી વગર જનતા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સત્તારૂઢ થતાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળીઓ ચમકતી થઇ.

માતાઓ અને બહેનોને ધુમાડામાંથી મૂક્તિ આપવા માટે ઘેર ઘેર ગેસ સિલિન્ડરો પુરા પાડ્યા છે. સિગ્નેચર વેગના માધ્યમથી દ્વારકા બેટના દર્શને જઇ શકાશે, પાવાગઢની વાત કરવામાં આવે, તો 124 કરોડના ખર્ચે પ્રથમ ચરણમાં મંદિરનો જિર્ણોદ્ધાર કરી ગુજરાતના પનોતા પુત્રના વરદ હસ્તે મા કાળી માતાના મંદીરે 500 વર્ષ બાદ ધ્વજા ફરકાવી આનંદ ગૌરવ પ્રદાન કર્યું છે. આ જાહેર સભા દરમિયાન રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઇ, સાંસદ કે. સી. પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપાના સહ પ્રવક્તા ભરત ડાંગર તેમજ વલસાડ જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Gujarat Gaurav Yatra : Purnesh Modi addressed a public meeting at Valsad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X