For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત 30.14 કરોડ વૃક્ષો સાથે 10 વર્ષમાં 20 ટકા વધુ હરિયાળુ બનશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓગસ્ટ : ગુજરાતમાં વર્ષ 2013ના ટ્રી સેન્સસના આંકડા દર્શાવે છે કે વૃક્ષોનો વૃદ્ધિદર 19.2 ટકા પર પહોંચ્યો છે. જ્યારે વૃક્ષોની સંખ્યા દર વર્ષે સરેરાશ 48.2 લાખ જેટલી વધી રહી છે.

ગુજરાતના 2013 ટ્રી સેન્સસના તારણો દર્શાવે છે કે છેલ્લા એક દા.કામાં ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ (ટીઓએફ)ની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લીલોતરી બાદ કરીએ તો સોરાષ્ટ્રની ધરા સૂકી અને શુષ્ક છે. ગુજરાતના બિન જંગલ વિસ્તારોમાં વર્ષ 2003થી 2013 સુધીમાં વૃક્ષોની સંખ્યામાં 19.2 ટકા જેટલો વધારો થયો છે. આ પરિણામો જાણવા માટે છેલ્લા એક દાયકામાં ત્રણ વાર વૃક્ષોની ગણતરી થઇ છે. આ ગણતરી વર્ષ 2003, વર્ષ 2008 અને વર્ષ 2013માં કરવામાં આવી છે.

tree

ગુજરાતમાં ટ્રી સેન્સસ એટલે કે વૃક્ષોની ગણતરી કરવા માટે રેન્ડમ સિસ્ટમેટિક સિલેક્શન મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના કુલ ગામડાં અને તાલુકાની સંખ્યાને આધારે ચોક્કસ પ્રમાણમાં રેન્ડમ પધ્ધતિથી ગામોની પંસદગી કરવામાં આવી હતી.

આ સેન્સસ તૈયાર કરવા માટે રાજ્યના 995 ગામોની પંસદગી કરવામાં આવી હતી. આ ગામના તમામ વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી. આ સર્વેક્ષણ પ્રમાણે 8,10,145 હેક્ટર જમીન વિસ્તારમાં 157.11 લાખ વૃક્ષો છે. આ મુજબ સમગ્ર ગુજરાતમાં અંદાજે 30.14 કરોડ વૃક્ષો આવેલા છે. વર્ષ 2003માં કરવામાં આવેલી વૃક્ષોની ગણતરીમાં ડાંગના વૃક્ષોને બાદ કરતા 25.10 કરોડ વૃક્ષો નોંધાયા હતા. વર્ષ 2008માં આ સંખ્યા વધીને 26.87 કરોડ પર પહોંચી હતી.

ગુજરાતના આઠ જિલ્લાઓ એવા છે જ્યાં વૃક્ષોની ગીચતા વધારે છે. આ ગીચતા 30 વૃક્ષો પ્રતિ હેક્ટર છે. 66.1 વૃક્ષો પ્રતિ હેક્ટર સાથે આણંદ જિલ્લો પ્રથમ છે. ત્યાર બાદ તાપી 64 વૃક્ષો પ્રતિ હેક્ટર, ગાંધીનગર 63.3 વૃક્ષો પ્રતિ હેક્ટર છે.

આ ઉપરાંત જિલ્લાઓમાં વૃક્ષોની ગીચતા સૌથી ઓછી એટલે કે 10 વૃક્ષ પ્રતિ હેક્ટર કરતા પણ ઓછી હોય તેમાં સૌરાષ્ટ્ર 2.8 વૃક્ષ પ્રતિ હેક્ટર, કચ્છ, જામનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.

English summary
Gujarat gets greener by 20% in 10 years with 30.14 crore trees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X