ગીર સોમનાથમાં સિંહણના બચ્ચાઓ સાથે ધામા, જુઓ વીડિયો

Subscribe to Oneindia News

ગિરનાર અને સિંહને અલગ પાડી શકાય તેમ નથી. વર્ષોથી લાખો સહેલાણીઓ સિંહના દર્શન માટે ગિરનારના દેવળિયા પાર્કમાં ઉમટી પડે છે. જો કે, સ્થાનિકોને તો કેટલીક વાર એકદમ સરળતાથી સિંહના દર્શન જાહેર રસ્તાઓ પર જ થઈ જાય છે. ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં હવે સાવજરાજોનું ટહેલવા નીકળવું નવાઇની વાત નથી રહી. તમે રસ્તા પર જતા હોવ અને તમને સિંહણ તેના બચ્ચા સાથે લટાર મારતી જોવા મળે તો તમે શું કરો? તમારી પાસે એ દ્રષ્યને મોબાઇલમાં કેદ કરવાની ક્ષમતા બચે ખરી?

Lion

તાજેતરમાં જ જૂનાગઢના જંગલ નજીકના રસ્તાઓ પાસે સિંહ આરામ ફરમાવી રહેલો જોવા મળ્યો હતો. તો ગીર સોમનાથના ઉના નજીકના વરસિંગ પુર ગામ પાસે બે સિંહણ તેના બચ્ચાઓ સાથે લટાર મારતી જોવા મળી હતી. આ દ્રષ્યને એક સ્થાનિકે પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યું હતું અને હાલ આ વીડિયો વાયરલ થયો છે. સિંહણો સાથે લટાર મારી રહેલા સાવજના બચ્ચાઓનો વીડિયો જુુઓ અહીં...

English summary
Watch here Lioness with her four cubs spotted strolling along the road in Gujarat Gir Somnath.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.