For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે ગરીબોને ઘેર બેઠા અનાજ આપવા 75 કરોડની જોગવાઇ કરી

|
Google Oneindia Gujarati News

gandhinagar-assembly-house
ગાંધીનગર, 1 એપ્રિલ : ગુજરાત સરકારે ગરીબોને મદદ કરવાની દિશામાં નવી પહેલ કરી છે. હવે રાજ્ય સરકાર રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તેમજ અનાજની સંગ્રહ ક્ષમતા વધારવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટેની આર્થિક વ્યવસ્થા પણ આ વર્ષના બજેટમાં કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા આ કાર્યો માટે રૂપિયા ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે રાહત દરે તેલનું વિતરણ કરવા માટે પણ સરકાર દ્વારા વિશેષ જોગવાઇ આ વખતના અંદાજપત્રમાં કરી છે.

રાજયના નાણાં મંત્રી નીતિનભાઇ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે "ગરીબ અને અંત્યોદય કુટુંબોને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ખાદ્યાન્ન પુરું કરવા માટે રૂપિયા 194 કરોડની જોગવાઇ કરવામાં આવી છે."

આ ઉપરાંત ડોર સ્ટેપ ડીલીવરી દ્વારા ખાદ્યાન્નનો પૂરેપૂરો જથ્થો લાભાર્થી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રૂપિયા 75 કરોડની જોગવાઇ કરવામાં આવશે. તેમજ અનાજ વગેરેનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા વધારવા માટે રૂપિયા 23 કરોડની ફાળવણી કરાઇ છે.

આ ઉપરાંત દિવાળી તેમજ શ્રાવણ મહિના સહિતના તહેવારોમાં બીપીએલ તેમજ એ.એ.વાયના ગરીબ કુંટુંબોને ચાર માસ માટે રાહત દરે ખાદ્ય તેલના વિતરણ માટે રૂપિયા 31 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

English summary
Gujarat government allotted 75 crore for food at home for poor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X