For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારનુ બજેટ પણ કેન્દ્ર સરકારની જેમ પેપરલેસ હશે, ધારાસભ્યોને પેનડ્રાઈવમાં ડૉક્યુમેટન્ટ આપવામાં આવશે

કેન્દ્ર સરકારની જેમ જ ગુજરાત સરકારનુ બજેટ પણ આ વખતે પેપરલેસ હશે.

|
Google Oneindia Gujarati News

gujarat budget 2021-22 news, અમદાવાદઃ ગુજરાત સરકાર બજેટ 2021-22ની તૈયારીઓમાં લાગી ગઈ છે. કેન્દ્ર સરકારની જેમ જ ગુજરાત સરકારનુ બજેટ પણ આ વખતે પેપરલેસ હશે. અહીં ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં બજેટના ડૉક્યુમેન્ટ આપવામાં આવશે. ત્યારબાદ જે દિવસે પેપરલેસ બજેટ રજૂ કરશે ત્યાં કાગળ નહિ બતાવવામાં આવે. તમને જણાવી દઈએ કે રૂપાણી સરકારે રાજ્યમાં ગયા વર્ષે પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી. ત્યારે 2,17,287 રૂપિયાનુ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ ગુજરાતની સકળ ઘરેલુ ઉત્પાદ જીડીપી 2020-21 માટે 18,84,922 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ.

vijay rupani

ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ કે બજેટના મોટાભાગના ડૉક્યુમેન્ટ સૉફ્ટ કૉપીમાં હશે. ગયા વર્ષની જેમ પેપરલેસ બજેટની પ્રક્રિયાને આ વર્ષે પણ આગળ વધારીશુ. પટેલે જણાવ્યુ કે લાયબ્રેરી અને રેકોર્ડ માટે 150 કૉપી છપાવવામાં આવશે. બાકીની કૉપી તેમજ અન્ય ડૉક્યુમેન્ટ પેનડ્રાઈવમાં ધારાસભ્યોને આપવામાં આવશે. ગયુ બજેટ 26 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યુ હતુ. જો કે આ વખતે વિધાનસભામાં બજેટ રજૂ કરવાન તારીખમાં ફેરફાર હોઈ શકે છે.

સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે આવુ થશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. જેના પરિણામ 2 માર્ચે આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે આ વખતનુ બજેટ 3 માર્ચે રજૂ થવાની સંભાવના છે રસપ્રદ વાત એ છે કે પહેલા પણ3 માર્ચે બજેટ રજૂ કરવા પર વિચાર થયો હતો. જો કે બાદમાં તારીખ બદલી દેવામાં આવી હતી.

Aero India Show 2021: 'એરો-ઈન્ડિયા 2021'નો આજથી આગાઝAero India Show 2021: 'એરો-ઈન્ડિયા 2021'નો આજથી આગાઝ

English summary
Gujarat government budget 2021-22 will be paperless for this year like centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X