For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી છે ગુજરાતની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનાં સર્વગ્રાહી વિકાસ માટે અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ પોલિસી જાહેર કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને નાણા-ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ નીતિની વિશેષતાઓની વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની "મેક ઇન ઇન્ડિયા"ની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં તેમના માતૃરાજ્ય ગુજરાતે આ નીતિ દ્વારા એક નવતર પહેલ કરી છે.

anandiben-patel
આ પહેલ રૂપે સાયન્સ ટેક્નોલોજી મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ઇલેક્ટ્રોનિક્સ પોલિસી (2014-19) ને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે જાહેર કરેલી આ ઇલેક્ટ્રોનિક્સ પોલિસીમાં G2B એટલે કે ગવર્મેન્ટ 2 બિઝનેસનો ઉદ્દેશ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે.

પ્રવક્તા મંત્રીઓએ આ પોલિસીની વિસ્તૃત સમજ આપતાં કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની માંગ અને પુરવઠાના સંદર્ભમાં 2020 સુધીમાં આ ક્ષેત્રની આયાત ભારતમાં પેટ્રોલિયમ પેદાશોની આયાતથી પણ વધી જવાની સંભાવનાઓ ધ્યાનમાં લેતાં આ નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીમાં નવા એકમો માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ્યને અનુરૂપ પ્રોત્સાહનો પણ આ નીતિમાં સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યુ કે, આ નીતિના મુસદ્દા (ડ્રાફ્ટ)ને વેબસાઇટ ઉપર મૂકીને, જાહેર જનતાના મળેલ પ્રતિભાવો-મંતવ્યો પણ ધ્યાને લઇ આ નીતિ આખરી કરવામાં આવેલી છે.

ઇલેક્ટ્રોનિક્સ નીતિના ધ્યેય અને અગત્યના પાસાંઓ નીચે મુજબ છેઃ

ઇલેક્ટ્રોનિક્સ પોલિસી (2014-19)
સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવી ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરીંગ ઉધોગો રાજ્યમાં સ્થાપીને ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનાં ધ્યેયને લક્ષમાં રાખીને આ પોલિસી જાહેર કરવામાં આવી છે.

વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા ના અભિગમ સાથે સુસંગત રહીને રાજ્યમાં હાર્ડવેર ઉત્પાદન માટે અનેક પ્રોત્સાહક રાહતો-પેજેક આપવાનો ઉમદા હેતુ પણ આ નવી જાહેર થયેલ પોલિસીમાં સમાવિષ્ટ છે.

ઇલેક્ટ્રોનિક્સ પોલિસી
• ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર ધરાવતા "ગ્રીનફિલ્ડ" "બ્રાઉન ફિલ્ડ" વિક્સાવાશે.
• ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ મિશનની સ્થાપના.
• 35 વર્ષ સુધીના યુવાનો, મહિલાશક્તિ, શારિરીક ક્ષતિગ્રસ્તો, અનુસચિત જાતિ-જનજાતિ માટે એક ટકાની વિશેષ વ્યાજ સબસિડી
• વેટ પ્રોત્સાહન, પાત્રતા ધરાવતા નવા અને વિસ્તરણ કરતા હયાત એકમો માટે મૂડી રોકાણ ના 90 % સુધીનું વળતર.
• CST માં 100% વળતર.
• મેક ઇન ઇન્ડિયાની નેમ સાકાર થશે.


આ પોલિસીના મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુઓ

• રાજ્યમાં "સેમીકંડક્ટર ફેબ્રીકેશન"ના એકમો સ્થપાય તેવી સગવડો ઊભી કરવી.
• રાજ્યમાં "ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર" ધરાવતા "ગ્રીન ફિલ્ડ" અને "બ્રાઉન ફિલ્ડ"નો વિકાસ કરવો.
• વિશ્વની અગ્રગણ્ય ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઈન કંપનીઓને ગુજરાતમાં ઉધોગો સ્થાપવા પ્રોત્સાહિત કરવા.
• 2020 સુધીમાં આ ક્ષેત્રનું ટર્નઓવર ડોલર 16 અબજ સુધી લઇ જવું.
• 2020 સુધીમાં 5 લાખ રોજગારીની તકો ઊભી કરવી.
• આ ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ મિશનની સ્થાપના કરવી.

ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત અપાનારા પ્રોત્સાહનો
• સેમીકંડક્ટર ફેબ્રીકેશનએકમો, મેગા એકમો, એન્કર એકમો માટે ખાસ પ્રોત્સાહન.
• ગ્રીનફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સમેન્યુ ફેક્ચરીંગ ક્લસ્ટરને રૂ. 10 કરોડની મર્યાદામાં 25 ટકા સુધીની સહાય મળવાપાત્ર થશે.
• નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત.પ્રથમ વ્યવહાર પર 100% મુક્તિ.
• વેટ પ્રોત્સાહન, પાત્રતા ધરાવતા નવા અને વિસ્તરણ કરતા હયાત એકમો માટે મૂડી રોકાણ નાં 90% સુધીનું વળતર.
• Central Service Tax (CST) માં 100% વળતર.
• વ્યાજ સબસિડી પાંચ વર્ષ માટે નાના (Micro, Small and Medium Enterprises) એકમો માટે 7% અને મોટા એકમો (large units)માટે 2% - (Micro, Small and Medium Enterprisesમાટે વાર્ષિક રૂ. 25 લાખ અને મોટા એકમો માટે વાર્ષિક રૂ. 50 લાખની મર્યાદામાં આ સબસિડી અપાશે).
• ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ એકમો માટે પાવર ટેરીફ સબસિડી (પાંચ વર્ષ માટે રૂ. 1 પ્રતિ યુનિટ)
• પાત્રતા ધરાવતા એકમોને પાંચ વર્ષ માટે "ઇલેક્ટ્રિસિટી ડ્યુટી" માંથી 100% મુક્તિ.
• રૂ. પાંચ લાખની વાર્ષિક મર્યાદામાં Employment Provident Fund (EPF) રાહત અન્વયે મહિલા કર્મચારીઓ માટે 100 ટકા અને અન્ય કર્મયોગીઓ માટે 75 ટકા અપાશે.
• Electronic System Design and Manufacturing (ESDM) ક્ષેત્રેની તાલીમ સંસ્થાઓ અને તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન.
• Micro, Small and Medium Enterprises એકમો માટેની રાજ્યનીઉધોગ નીતિની સાથે સુસંગત પ્રોત્સાહનો
1. નવીન ટેકનોલોજી મેળવવા માટે પ્રોત્સાહન
2. પેટન્ટ મેળવવા સહાય
3. ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે સહાય.
4. સંશોધન અને વિકાસ સંસ્થાઓ માટે સહાય.
5. માર્કેટના વિકાસ માટે સહાય,
જેવી બાબતો પણ આવરી લેવામાં આવી છે તેમ પણ નીતિન પટેલ અને સૌરભ પટેલે ઉમેર્યું હતું.

English summary
Gujarat government has announced Electronics policy for the period of 2014-2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X