ઉનાળામાં ગુજરાત સરકારે મજૂરો માટે ફરજિયાત કર્યો આરામનો સમયગાળો
rest period for laborers: ગુજરાત સરકારના શ્રમ વિભાગ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આજે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મજૂરોને બપોરે 1 કલાકથી 4 કલાક દરમિયાન કામ કરવા માટે કહેવામાં આવશે નહીં, અને તે સમયને આરામનો સમય ગણવામાં આવશે.
છેલ્લા બે દિવસથી પ્રવર્તી રહેલી હીટવેવને ધ્યાનમાં રાખીને મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકો નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સત્તાવાર નોંધ મુજબ, રાજ્યમાં 15,099 નોંધાયેલ બાંધકામ સાઇટ્સ છે, અને વિભાગના અધિકારીઓ આ નોંધાયેલ બાંધકામ સાઇટ્સ પર નિરીક્ષણ કરી રહ્યા છે. શ્રમ વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર, 155372 પણ શરૂ કર્યો છે, જ્યાં કોઈપણ કાર્યકર આ બાબતે ફરિયાદ નોંધાવી શકે છે.












Click it and Unblock the Notifications
