For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા ડિસેમ્બરમાં યોજાશે રોડ શૉ અને પ્રિ સમિટ ઇવેન્ટ્સ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015 આ સીરિઝની સાતમી ઇવેન્ટ છે. સાતમી ઇવેન્ટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તેમાં વર્લ્ડ બિઝનેસ લીડર્સ હાજર રહેશે. આ સમિટને અભૂતપૂર્વ સફળતા મળી રહે તેવા હેતુથી સૌપ્રથમવાર આ વર્ષે ડિસેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભમાં ગુજરાત અને ભારતના અગ્રણી શહેરોમાં રોડ શૉ તેમજ પ્રિ-સમિટ કાર્યક્રમો યોજવાનું આયોજન ગુજરાત સરકારે કર્યું છે.

ગુજરાત સરકારે આમ કરવા પાછળનું કારણ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગોકારોને પ્રોત્સાહિત કરીને સમિટમાં ભાગ લેવા માટે પ્રેરણા પુરી પાડવાનું દર્શાવ્યું છે.

vibrant-gujarat-summit-file-photo

આ અંગે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એમ લાગતું હતું કે તેમની અવગણના કરવામાં આવી રહી છે. તેમને પણ આ સમિટમાં યોગ્ય સ્થાન મળી રહે અને તે સંદર્ભની માહિતી મળે તેવા હેતુથી ડિસેમ્બરમાં ગુજરાતના છ ઔદ્યોગિક શહેરો અને ભારતના 11 અગ્રણી શહેરોમાં રોડ શૉ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.'

ગુજરાતમાં જે 6 શહેરોમાં રોડ શો યોજાવાના છે તેમાં રાજકોટ, સુરત, ગાંધીધામ, વાપી, વડોદરા અને ભરૂચનો સમાવેશ થાય છે. જ્યારે ભારતના જે શહેરોમાં રોડ શૉ યોજાવાના છે તેમાં નવી દિલ્હી, મુંબઇ, બેંગલોર, ચેન્નાઇ, જયપુર, ભોપાલ, કોલકત્તા, ભુવનેશ્વર, ગુવાહાટી, લખનૌ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં રોડ શૉના આયોજનની કામગીરી આઇએએસ રાજગોપાલને સોંપવામાં આવી છે. જે તે શહેરના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર્સને શહેરોના રોડ શૉના ચેરમેન બનાવવામાં આવશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિલ્હીના રોડ શૉની આગેવાની લેશે. જ્યારે ગુજરાતના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ અને અન્ય મંત્રીઓ અન્ય રાજ્યોમાં યોજાનારા રોડ શૉની આગેવાની લેશે.

નોંધનીય છે કે ભૂતકાળમાં યોજાયેલી સમિટમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પ્રથમવાર એવું બની રહ્યું છેકે ગુજરાતના પ્રતિનિધિઓ વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક શહેરોમાં વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રચાર અને પ્રસાર કરવા ઉપરાંત રાજ્ય અને દેશના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને પણ એટલું જ મહત્વ આપી રહ્યા છે.

આ કારણે રાજકોટના મશીન એન્ડ ટૂલ્સ, સુરતના હીરા ઉદ્યોગ અને ભરૂચના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. આમ કરવાનો હેતુ ટેકનોલોજી અને ઇનોવેશનને એક બીજા સાથે વહેંચીને નવો બિઝનેસ મેળવવાનો છે.

English summary
Gujarat government held road show in December to make Vibrant Gujarat Summit successful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X