For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય ભરમાં બનશે 80 ગોડાઉન, સરકાર ખર્ચશે 125 કરોડ

|
Google Oneindia Gujarati News

godown-gujarat
વડોદરા, 20 ઓક્ટોબરઃ રાજ્યના વિવિધ ભાગોમાં 83 જેટલા ગોડાઉન્સ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 125 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

રાજ્યના સિવિલ સપ્લાય અને કન્યઝ્યુમર અફેર્સ મંત્રી છત્રસિંહ પી મોરીએ જણાવ્યું છેકે, રાજ્યના જે ભાગોમાં ગોડાઉન્સ ખરાબ અવસ્થામાં છે અને તેમનું સમારકામ થઇ શકે તેમ નથી, તેવા ગોડાઉન્સના સ્થાને નવા ગોડાઉનનું નિર્માણ કરવામાં આવશે. જે માટે અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનારો છે. નવા ગોડાઉન અંગે તેમણે જણાવ્યું છેકે, નવા ગોડાઉનમાં સાઇન્ટિફિકલી સ્ટોરેજ કેપેસિટીને વધારવા માવશે. જે ખેડૂતો દ્વારા પોતાની ખેત પેદાશોનું સંગ્રહ કરવા માટેની જરૂરિયાતોને પહોંચી વળશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છેકે, દિવાલીના તહેવાર દરમિયાન પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હેઠળ આવતી વ્યાજબી ભાવની દૂકાનોમાંથી રાશન કાર્ડ ધરાવતા લોકો એક કિલો ખાંડ અને તેલ ખરીદી શકશે, તેમ તેમણે ઉમેર્યું છે.

English summary
Gujarat government will spend Rs 125 crores for constructing 83 godowns in various parts of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X