બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે ગુજરાત સરકારની સહાનુભૂતિ
Gujarat Government: સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે ખૂબ સહાનુભૂતિ ધરાવે છે, અને ચિંતિંત છે.
રાજ્ય સરકારે બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 46319 વ્યક્તિઓને રૂપિયા 68.96 કરોડની સહાય ચૂકવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આપવામા આવતી આર્થિક સહાય અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં આર્થિક સહાય યોજના હેઠળ 468 અરજીઓ આવી હતી, જે તમામ અરજીઓ મંજૂર કરી 30.76 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આર્થિક સહાય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં દિવ્યાંગતાનો માપદંડ જે 80 ટકા હતો તે માપદંડને 50 ટકા કરી સહાય ચૂકવવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
