ખેડૂતો માટે ગુજરાત સરકાર ૪ર કરોડનું પ્રિમીયમ ભરે છે: બાબુભાઈ બોખિરીયા

કૃષિ મંત્રી બાબુભાઈ બોખિરીયાએ આજે ગુજરાત વિધાનસભામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અન્વયે ૭/૧ર અને ૮-અમાં ખેડૂત તરીકે જેમનું નામ હોય તેવા ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં એક લાખ, બે હાથ કે બે પગ કપાઇ જાય તો એક લાખ, એક હાથ કે એક પગ કપાઇ જાય તો રૂા. પ૦ હજારની રકમ ચુકવવામાં આવે છે. મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ જરૂરી છે. આમ છતાં હડકાયું કુતરું કરડયું હોય તો ડોક્ટરના લખાણ ઉપર આવી સહાય ચુકવવામાં આવે છે. કુદરતી મૃત્યું કે આપઘાત સિવાયના કિસ્સામાં આવી સહાય ચુકવાતી નથી.
ભરૂચ જિલ્લામાં ૧ એપ્રિલ, ર૦૧૧થી ૩૧ માર્ચ, ર૦૧ર દરમ્યાન મળેલી ૬૮ અરજીઓમાંથી પ૬ અરજીઓ મંજૂર કરી રૂા. પ૬ લાખની સહાય ચુકવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
