ગુજરાતમાં હવે અમદાવાદનું પણ નામ બદલવામાં આવશે

ગુજરાતમાં હવે અમદાવાદનું પણ નામ બદલાઈ શકે છે. અમદાવાદનું નામ બદલીને ખુબ જ જલ્દી કર્ણાવતી કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં હવે અમદાવાદનું પણ નામ બદલાઈ શકે છે. અમદાવાદનું નામ બદલીને ખુબ જ જલ્દી કર્ણાવતી કરવામાં આવી શકે છે. રાજ્ય સરકારે તેના માટે તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે બુધવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે ભાજપા સરકાર અમદાવાદનું નામ બદલવા માટે તૈયાર છે કારણકે અમદાવાદના લોકો પોતાના શહેરનું નામ કર્ણાવતી ઈચ્છે છે.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 રસપ્રદ તથ્યો જાણો

વિશ્વ વિરાસત

વિશ્વ વિરાસત

અમદાવાદ ભારતનું એક માત્ર શહેર છે જેને 'વિશ્વ વિરાસત' નું બિરુદ મળેલું છે. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે એક જમાનામાં આ શહેરનું નામ કર્ણાવતી હતું, જેને સુલતાન અહમદશાહે બદલી નાખ્યું હતું.

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી

નીતિન પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો સરકાર કાનૂની સમસ્યાઓ પાર કરી લે છે અને લોકોનું જરૂરી સમર્થન મળે તો અમે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટે તૈયાર છે. નીતિન પટેલે આ આગળ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને તેને કર્ણાવતી કરવા માટે માંગ ઉઠી રહી છે. કાનૂની પ્રક્રિયા માટે જો લોકોની મદદ મળે તો અમે નામ બદલવા માટે તૈયાર છે. અમદાવાદના લોકો કર્ણાવતી નામ પસંદ કરશે. જયારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નામ બદલી દઇશુ.

ઉત્તરપ્રદેશની ભાજપા સરકાર

ઉત્તરપ્રદેશની ભાજપા સરકાર

આપણે જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશની ભાજપા સરકાર હાલમાં ઘણી જગ્યાઓ અને શહેરોના નામ બદલી ચુકી છે. હાલમાં બે દિવસ પહેલા જ સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં મેડિકલ કોલેજનું નામ રાજશ્રી દશરથ અને એરપોર્ટનું નામ ભગવાન રામના નામ પર રાખવાની ઘોષણા કરી છે. સીએમ યોગીએ ફેઝબાદનું નામ બદલીને અયોધ્યા રાખવાની જાહેરાત કરી છે. લખનવના ઇકાના સ્ટેડિયમને અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા અલાહાબાદને પ્રયાગરાજ નામ આપવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X