For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gram Panchayat Election Live: 10 વાગ્યા સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન થયું

Gram Panchayat Election Live: ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષકનું મોત

|
Google Oneindia Gujarati News

આજે ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને 53 હજાર સભ્યોના ભાવી નક્કી થશે. આજે વહેલી સવારે તમામ ગ્રામ પંચાયતોમાં મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સરપંચ માટે 27200 અને 53507 સભ્યો માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન કરતી વખતે કોરોનાની ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારોને હાથમાં પહેરવા માટે ગ્લવ્સ આપવામાં આવશે સાથે જ મતદાન કેન્દ્રો પાસે રસી આપવાનું કામ પણ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણીની લાઈવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો...

Gujarat Election

Newest First Oldest First
10:09 AM, 19 Dec

ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈએ પણ ગામડે જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
10:08 AM, 19 Dec

બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પોતાના વતને જઈ મતદાન કર્યું.
10:08 AM, 19 Dec

સાસંદ પરબતભાઈ પટેલે પોતાના વતને જઈ મતદાન કર્યું.
10:02 AM, 19 Dec

સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન થયું છે, સૌરાષ્ટ્રમાં 13 ટકા, મધ્ય ગુજરાતમાં 12 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14 ટકા અને ઉત્તર ગુજરાતમાં 9 ટકા જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે.
9:55 AM, 19 Dec

અત્યાર સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન થયું
9:48 AM, 19 Dec

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ 23 હજાર 907 મતદાન મથકો ઉભા કરવામા આવ્યાં છે. જેમાં 6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે.
9:48 AM, 19 Dec

8684 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1 કરોડ 82 લાખ 15 હજાર 013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરુષ મતદાર છે, જ્યારે 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
9:47 AM, 19 Dec

6446 ગ્રામ પંચાયત અંશતઃ બિનહરીફ બની છે
9:47 AM, 19 Dec

1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ બની છે
9:46 AM, 19 Dec

પહેલા 1 કલાકમાં 5 ટકા જેટલું મતદાન થયું, સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.
9:45 AM, 19 Dec

શામળાજી પાસે અરવલ્લીમાં નવા વેણપુર ગામે ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષકનું મોત. હ્રદયરોગનો હુમલો આવતા ફરજ પર મોત.
9:45 AM, 19 Dec

વલસાડના ભદેલીજગાલાલા ગામમાં હોબાળાની ઘટના સામે આવી છે. ઉમેદવારે મતદાન બાદ બેલેટ પેપરનો ફોટો કર્યો વાયરલ કર્યો છે. લોકોને મતદાન કરવાનું જણાવી ઉમેદવારે ફોટો વાયરલ કર્યો છે. બેલેટ પેપરનો ફોટો વાયરલ થતા ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો. આ સાથે ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગ પણ સામે આવી છે.
9:45 AM, 19 Dec

ખેડામાં 415 ગ્રામપંચાયતો અને 1 હજાર 333 વોર્ડની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારે જ અહીં કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે મતન મહેમદાવાદ તાલુકામાં વાંઠવાળી ગામમાં મતદાન કર્યું.
9:44 AM, 19 Dec

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રીઓ મતદાન કરવા માટે રવાના થયા, આજે વહેલી સવારે 700 જેટલી બસો સૌરાષ્ટ્ર જવા રવાના થઈ છે.
9:42 AM, 19 Dec

ભરૂચના ડહેલી ગામે ચૂંટણી સમયે બે પક્ષ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયાં, ઘટનાને પગલે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
9:42 AM, 19 Dec

ખેડાના કચ્છાઈમાં વોર્ડ 11માં 30 મિનિટ માટે મતદાન રોકાયું, ચિહ્નની તકલીફના કારમે મતદાન રોકાયું હોવાની માહિતી સામે આવી.
9:42 AM, 19 Dec

છોટાઉદેપુરમાં મજૂર મતદાનો માટે વતન આવ્યા, મતદારો 600 કિમી દૂરથી મતદાન કરવા ખાનગી વાહનોમાં આવી રહ્યા છે.

English summary
Gujarat Gram Panchayat Election Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X