આમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણી
આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના નેતા હાર્દિતક પટેલની હાલત આઠમાં દિવસે વધુ ખરાબ થઈ ગઈ છે.
આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના નેતા હાર્દિતક પટેલની હાલત આઠમાં દિવસે વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી પાણી નહોતા પી રહેલા હાર્દિકને આજે શનિવારે સ્વામીએ પાણી પીવડાવ્યુ. જણાવવામાં આવી રહ્યુ છે કે હાર્દિકનું વજન છેલ્લા સાત આઠ દિવસોમાં ઘણુ ઓછુ થઈ ગયુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર હાર્દિક પટેલ બહુ જલ્દી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવા માટે વિચાર કરી રહી છે. હાર્દિકની તબિયત ખરાબ થવાને પગલે રાજ્યમાં હિંસા ભડકવાની આશંકા છે. રાજ્ય સરકાર પહેલેથી જ કલમ 144 લાગુ કરી ચૂકી છે. હાર્દિકને મળનારાઓની સંપૂર્ણપણે તપાસ કરાયા બાદ તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા છે.

રોઈ પડ્યા હાર્દિક
ખેડૂતોની દેવા માફી, પાટીદાર અનામત અને રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાયેલ સાથી અલ્પેશ કથીરિયાની મુક્તિની માંગ અંગે 25 ઓગસ્ટથી ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત પોતાના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે બે દિવસ પહેલા જળ ત્યાગ પણ કરી દીધો હતો. તેમની તબિયત બગડ્યા બાદ ગઢડા સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ એસપી સ્વામીએ કાલે સાંજે હાર્દિકને પાણી પીવાનો આગ્રહ કર્યો હતો. તે સમયે હાર્દિક રોઈ પડ્યો અને આના પર વિચાર કરવાનો સમય માંગ્યો. પરંતુ શનિવારે હાર્દિકે સ્વામીના હાથે પાણી પીધુ. સ્વામીએ જણાવ્યુ કે હાર્દિકે પાણી પીવાનો આગ્રહ તો માની લીધો છે પરંતુ ખેડૂતોની દેવામાફીની ઘોષણા થવા સુધી અન્ન ગ્રહણ નહિ કરે.

હાર્દિકના શરીરમાં વધી એસિટોનની માત્રા
ડૉક્ટરોની એક ટીમ હાર્દિકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. હાર્દિકના પર્સનલ ડૉક્ટર અભયરાજ સિંહે જણાવ્યુ કે પાણી પીવાથી તેમને થોડી રાહત મળી છે પરંતુ સ્વાસ્થ્યાં કંઈ ખાસ સુધારો થયો નથી. તેમના લોહીમાં એસિટોનની માત્રા વધી રહી છે જે તેમની કિડની અને શરીરના અન્ય અંગોને પ્રભાવિત કરશે. ડૉક્ટર નમ્રતા વડોદરિયાએ કહ્યુ કે હાર્દિક હિમોડાઈનેમિકલી સ્ટેબલ છે, ઓક્સિજન નોર્મલ છે.

મુલાકાત માટે પહોંચી રહ્યા છે વિવિધ પક્ષોના નેતા
આમરણાંત ઉપવાસના આઠમાં દિવસે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા તેમજ તેમની ટીમના રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિક અને પ્રદેશના ધારાસભ્ય હાર્દિકને મળવા ઉપવાસ છાવણી પહોંચ્યા. હાર્દિકે જણાવ્યુ કે ખેડૂતોની દેવા માફી તેમજ અનામતની માંગને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન છે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા મધુસૂદનભાઈ મિસ્ત્રી પણ ઉપવાસ છાવણી પર પહોંચ્યા.












Click it and Unblock the Notifications
