For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર ખાતે બે દિવસ નેશનલ કોફરન્સ ઓફ એજ્યુકેશન યોજાશે

ગુજરાતમાં બે દિવસ નેશનલ કોફરન્સ ઓફ એજ્યુકેશનનુ આયોજન કરવામાં આવ્યુ છે. 1 અને 2 જૂનના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજરી આપશે. જેમા પ્રથમ દિવસે વિદ્યા સમિક્ષા કેન્દ્ર, નેશનલ ફોરેન્સિક સાઇન્સ યૂનિવર્સિટી અ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બે દિવસ નેશનલ કોફરન્સ ઓફ એજ્યુકેશનનુ આયોજન કરવામાં આવ્યુ છે. 1 અને 2 જૂનના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજરી આપશે. જેમા પ્રથમ દિવસે વિદ્યા સમિક્ષા કેન્દ્ર, નેશનલ ફોરેન્સિક સાઇન્સ યૂનિવર્સિટી અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીની મુલાકાત સમગ્ર દેશમાથી આવેલા શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવો મુલાકાત લેશે. અલગ અલગ રાજ્યોમાથી આવેલા 250 થી 300 જેટલા શિક્ષણ સાથે સંકળાયેલા લોકે હજરી આપશે.

EDUCATION

બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન યોજાશે. જેમા રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી લઇને કોરોના બાદ શિક્ષણ રી લર્નિંગ અને લર્નિંગ આઉટકમ વિષયને સાંકળી લેતા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ જ દિવસે સમગ્ર દેશમાથી આવેલા શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ સચિવો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાત્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો સર કરી રહ્યુ છે. જેમા બાલ મંદિરથી લઇને યૂનિવર્સિટી કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારવા પર અને રાજ્યમાં શાળા ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટાડવા પર સરકાર પ્રયત્ન કરી રહી છે. ગુજરાતમાં શિક્ષણમાં ઘરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેમા શિક્ષણને લગતી યોજનાઓ જેમા સ્કુલ ઓફ એક્સલન્સ, ડિજિટલ ક્લાસરૂપ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

English summary
GUJARAT HELD TWO DAY NATIONAL CONFERENCE OF EDUCATION IN GANDHINAGAR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X