For Quick Alerts
For Daily Alerts

ગુજરાત હાઇકોર્ટમાં ચાર નવા જજે શપથ લીધા
અમદાવાદ, 12 નવેમ્બર : ગુજરાત હાઇકોર્ટમાં એડીશનલ જજ તરીકે નિમાયેલા જસ્ટિસ સુબોધકુમાર ગુણવંતલાલ શાહ, જસ્ટિસ સતીષ હેમચંદ્ર વોરા, જસ્ટિસ ઘનશ્યામ રાધુમલ ધવાણી અને જસ્ટિસ રાજેન્દ્ર ધીરજલાલ કોઠારીએ આજે હોદ્દાના શપથ લીધા હતા.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્યએ આ
નવા નિમાયેલા ન્યાયધીશોને હોદ્દા શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં કાયદા મંત્રી દિલીપ સંઘાણી, કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, હાઇકોર્ટના ન્યાયાધીશો, સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશો, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ તુષાર મહેતા, ગવર્મેન્ટ પ્લીડર પ્રકાશ કે. જાની ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા પંકજ ચાંપાનેરી, ગુજરાત સરકારના કાયદા સચિવ વી. પી. પટેલ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એશોસીએશનના પ્રમુખ વિજપ પટેલ, અન્ય હોદ્દેદારો, સિનિયર એડવોકેટ્સ અને નવ નિયુક્ત ન્યાયધીશોના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Comments
English summary
Gujarat High Court : Four new judges took oath
Story first published: Monday, November 12, 2012, 16:15 [IST]