For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની CBIની ટીમે મોડી રાતે કરી ધરપકડ

ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ભ્રષ્ટાચાર અને ખોટી રીતે લાભ કરાવવાના આરોપ હેઠળ સીબીઆઈએ મોડી રાતે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ભ્રષ્ટાચાર અને ખોટી રીતે લાભ કરાવવાના આરોપ હેઠળ સીબીઆઈએ મોડી રાતે ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના આઈએએસ અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ છે. તેમના પર કલેક્ટર પદેથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે. નોંધનીય છે કે આઈએએસ અધિકારી કે રાજેશની પૂછપરછ માટે તેમને સીબીઆઈની ઑફિસે બોલાવ્યા હતા પરંતુ તેઓ તપાસમાં સહકાર ન આપતા સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.

K. Rajesh

આ કેસમાં સુરેન્દ્રનગરા પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેના રોજ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખીને કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી-વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા પટેલે પીએમઓ કાર્યાલયમાં 11 મે, 2022ના રોજ લેખિત રજૂઆત કરી હતી.

IAS કે. રાજેશ પર કથિત રીતે લાંચ સ્વીકારવા, શસ્ત્ર લાયસન્સ ઈશ્યુ કરવા, અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા, ગેરકાયદે/અધિક્રમણવાળી જમીન ગેરકાયદે લાભાર્થીઓને નિયમિત કરવા, અન્ય લોકો સાથે મીલિભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજૂરી વિના સૌર ઉર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપવા જેવા આરોપ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કે. રાજેશે 271 જેટલા શસ્ત્ર લાયસન્સ ઈશ્યુ કર્યા હતા જેમાંથી 39 એસપી દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈશ્યુ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.

તમને જણાવી દઈએ કે આઈએએસ અધિકારી કે. રાજેશ મૂળ આંધ્ર પ્રદેશના છે. ગુજરાત કેડર, 2011ના આઈએએસ અધિકારી છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સમાં બી.ટેક કર્યુ છે. યુપીએસસી સિવિલ પરીક્ષા 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. 2013માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. ત્યારબાદ સુરતમાં આસિસટન્ટ કલેક્ટર, સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યુ. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.

English summary
Gujarat IAS officer K. Rajesh arrested by CBI team in corruption case last night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X