For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દ્વારકામાં બનશે ભારતનું પ્રથમ 'કોરલ ગાર્ડન'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : ભારતમાં રહેલી કોરલ પ્રજાતિઓની જાળવણી અને સંવર્ધનની સાથે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના પ્રયાસ અંતર્ગત ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર દરિયાઇ વિસ્તારમાં દેશનો સર્વપ્રથમ 'કોરલ ગાર્ડન' નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે માહિતી આપતા વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (ડબલ્યુટીઆઇ - WTI)ના વરિષ્ઠ સલાહકાર બી સી ચૌધરીએ જણાવ્યું કે 'અમે દેશનો સૌપ્રથમ કોરલ ગાર્ડન મીઠાપુર દરિયા કિનારા પર સ્થાપવા માંગીએ છીએ. જેમાં કોરલની વિવિધ પ્રજાતિઓની જાળવણી અને સંવર્ધન કરવામાં આવશે. આ પ્રકારનો ખાસ કોરલ ગાર્ડન સ્થાપવા માટે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (ડબલ્યુટીઆઇ - WTI) અને ટાટા કેમિકલ્સ લિમિટેડ (ટીસીએલ - TCL) વચ્ચે સમજુતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.'

મહત્વની બાબત એ છે કે આ પ્રોજેક્ટને ગુજરાત વન વિભાગનું ફંડ મળશે. આ માટે WTIએ ગુજરાત સરકાર સાથે કરાર કર્યા છે.

પ્રથમ વિચાર ક્યારે આવ્યો?

પ્રથમ વિચાર ક્યારે આવ્યો?


આ પ્રોજેક્ટનો વિચાર વર્ષ 2006માં કરવામાં આવ્યો હતો. પ્રારંભિક અખતરામાં તેમાં સફળતા મળ્યા બાદ કોરલ ગાર્ડન વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ક્યાંથી પ્રજાતિઓ એકત્ર કરાશે?

ક્યાંથી પ્રજાતિઓ એકત્ર કરાશે?


મીઠાપુર ખાતે બનનારા કોરલ ગાર્ડનમાં કોરલ રીફને વિવિધ વિભાગોમાં છુટા કરવામાં આવ્યા હશે. તેમાં કચ્છના અખાતમાં રહેલા કોરલની વિવિધ જાતોને એક જ સ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગેનો એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

કોરલ રીફ અંગે જાગૃતિ લવાશે

કોરલ રીફ અંગે જાગૃતિ લવાશે


કોરલ ગાર્ડનને વિકસાવવા માટે ટાઇડલ પુલ તૈયાર કરવામાં આવશે. દરેક પુલમાં કોરલની અલગ જાતિ જોવા મળશે. આ દ્વારા લોકોમાં કોરલ રીફ અને તેની જાળવણી અંગે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવશે.

કેવી સુવિધાઓ હશે?

કેવી સુવિધાઓ હશે?


કોરલ ગાર્ડન શૈક્ષણિક અને પર્યટન માટે ઉપયોગી હોવા ઉપરાંત રીફના રિસ્ટોરેશન માટે પણ મદદરૂપ બનશે. પર્યટકોને આકર્ષવા માટે વેડિંગ, સ્નોર્કેલિંગ, ડાઇવિંગ, રિપ્રેઝન્ટેટિવ પુલ, જેટ્ટી અને બોટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

English summary
Gujarat : India's first 'Coral Garden' to be set up in Dwarka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X