• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ઇઝરાયલને એગ્રો ટેક ગ્લોબર ફેરમાં પાર્ટનર બનાવશે

|
narandra-modi-isarael
ગાંધીનગર, 31 જાન્યુઆરી : કૃષિ ક્ષેત્રે વિશ્વભરમાં ઉદાહરણીય ક્રાંતિ લાવનાર દેશ ઇઝરાયલને ગુજરાત સરકાર વર્ષ 2014માં યોજાનારા એગ્રો ટેક ગ્લોબલ ફેરમાં પરસ્પર સહભાગીતા કરીને પાર્ટનર કન્ટ્રી બનવા ઇચ્છે છે. આ માટેનું આમંત્રણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સૌજન્ય મુલાકાતે આવેલા ઇઝરાયેલના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત એલોન યુશપીઝઇજનને આપ્યું હતું. આ સહભાગીતાથી અનેક નવા ક્ષેત્રો વિકસાવાશે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે આવેલા ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એલોન યુશપીઝ (MR. ALON USHPIZ) અને તેમના સહયોગીઓએ ગુજરાત અને ઇઝરાયેલની વચ્ચે પરસ્પર સહભાગીતા અને મૈત્રીપૂર્ણ સંબંધોના વિવિધ નવા ક્ષેત્રો વિકસાવવાની તત્પરતા વ્યકત કરી હતી.

ગુજરાતના વિકાસ અને કુશળ પ્રશાસનના નેતૃત્વ માટે નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ઇઝરાયેલના રાજદૂતે ગુજરાત જે રીતે કૃષિ, જળવ્યવસ્થાપન, ઔદ્યોગિક સહયોગ, વીજળી અને માનવ વિકાસ સંસાધનના ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યું છે તેના આધારે નવી સહભાગીદારીથી વિધવિધ શકયતાઓ સંદર્ભમાં ગુજરાતની સાથે ઇઝરાયેલ સરકાર અને ઇઝરાયેલની કંપનીઓની ભાગીદારી અંગે પ્રભાવક પરામર્શ કર્યો હતો. ઇઝરાયલ કોન્સલ જનરલ સુશ્રી ઓરના સાગીવ (MRS. ORNA SAGIV) પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાત અને ઇઝરાયેલના સતત વધતા રહેલા સહભાગીતાના સંબંધોને વધુ વ્યાપક ફલક પર લઇ જવા માટે2014થી દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત એગ્રો ટેક ફેર સમિટ યોજવાના મહત્વાકાંક્ષી આયોજનમાં ઇઝરાયેલ 'કન્ટ્રી પાર્ટનર' બને એવું ઇજન આપ્યું હતું. આ અંગે ઉષ્માસભર વિધેયાત્મક પ્રતિભાવ શ્રીયુત એલોન યુશપીઝે આપ્યો હતો અને ઇઝરાયેલે પણ વોટર કોન્ફરન્સ યોજવાનું ઓકટોબરમાં આયોજન કરેલું છે, તેમાં ગુજરાત સહભાગી બને એવું આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ ઇઝરાયેલ જે રીતે લઘુતમ પાણીના વપરાશથી કૃષિક્રાંતિ કરી રહ્યું છે ત્યારે કૃષિ ટેકનોલોજીના અભ્યાસ માટે જુદી જુદી બેચમાં ગુજરાતના ધારાસભ્યોને ઇઝરાયેલના કૃષિ અને જળ વ્યવસ્થાપન માટેના અભ્યાસ પ્રવાસે લઇ જવાની નેમ પણ વ્યકત કરી હતી. શ્રીયુત એલોન યુશપીઝે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સેકટરમાં બંને વચ્ચે સહભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા કોપર્સ ફંડની રચના કરવાનું સૂચન કર્યું હતું.

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ સાથે સેન્ટર ઓફ એકસેલન્સ તથા એગ્રો રિસર્ચ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં વધુ નવા ફલક પર ભાગીદારીની સંભાવનાઓ વિકસાવવા, વોટર મેનેજમેન્ટના ક્ષેત્ર અને બંદર વિકાસ તથા ઊર્જા ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારી માટેની દરખાસ્તો અંગે ફળદાયી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે રાજ્યમાં પ૦ જેટલા શહેરોમાં વોટર મેનેજમેન્ટ અને વોટર રિસાઇકલીંગના ઇકોનોમિક મેાડેલ વિકસાવવાનું આયોજન કર્યું છે. તેમાં પણ ઇઝરાયેલ સરકાર અને કંપનીઓની સહભાગીતા આવકાર્ય છે. આ પરાંત ગુજરાત ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગનું સેકટર વિકસાવવા માગે છે. ઇઝરાયેલના રાજદૂતે મુખ્યમંત્રી સાથેની આ બેઠક પરસ્પર સહભાગીતાના સંબંધો વધુ સુદ્રઢ બનાવવામાં અત્યંત ફળદાયી ગણાવી હતી.

બેઠકમાં ઉદ્યોગના અગ્ર સચિવ એમ સાહુ અને મુખ્ય મંત્રીના સચિવ એ. કે. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એલોન યુશપીઝ અને તેમના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે રાજ્યના મંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રી સૌરભભાઈ પટેલ અને મંત્રી બાબુભાઈ બોખીરીયાની શુભેચ્છા મુલાકાત લઇને ગુજરાતના સર્વાંગી વિકાસથી પ્રભાવિત થયા હતા. ઇઝરાયેલના રાજદૂતની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યું છે.

English summary
Gujarat invite Israel to become partner in Agro Tech global fair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more