For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની લેડી ડોન પાયલ બૂટાની આખરે પકડાઈ ગઈ, જાણો આખો મામલો

ગુજરાતમાં સૌરાષ્ટ્રની લેડી ડોન પાયલ બૂટાનીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેને તેની એક મહિલા સાથે અને ત્રણ યુવકો સાથે પકડી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સૌરાષ્ટ્રની લેડી ડોન પાયલ બૂટાનીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેને તેની એક મહિલા સાથે અને ત્રણ યુવકો સાથે પકડી લીધી છે. પાયલ હાઈ પ્રોફાઈલ લોકોને હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવી લેતી હતી. આ વખતે તેને ધોરાજીની એક ઓઇલ મીલના માલીકને જાળમાં ફસાવીને 20 લાખની માંગ કરી હતી. તે મીલ માલિકે 50 હજાર રૂપિયા આપી પણ દીધા. પરંતુ ત્યારપછી તેને પોલીસની મદદ માંગી. પોલીસે પાયલ બૂટાની, રીન્કુ સીસોદીયા, ઈમ્તિયાઝ ગામેતી, સલીમ ઠેબા અને નિમેષ કામાની ગેંગને પકડી પાડ્યા છે.

કઈ રીતે પાયલ લેડી ડોન બની

કઈ રીતે પાયલ લેડી ડોન બની

ગુજરાતની લેડી ડોન પાયલ બૂટાની પકડાઈ જવા પર પોલીસને તેમની બીજી કરતૂતો વિશે પણ માહિતી મળી. ખરેખર થોડા વર્ષ પહેલા પાયલની કારમાંથી દારૂ અને અશ્લીલ સીડીઓ મળી આવી હતી. તે સમયે અડધી રાત્રે પાયલ અને બીજી એક યુવતીએ સિપાહીઓ સાથે મારપીટ કરીને પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. વર્ષ 2017 દરમિયાન પાયલે એક ફ્લેટ માલિકને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો રૂપિયા લીધા હતા, જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાયેલી છે. પાયલ આ પ્રકારની ઘટનાઓને કારણે લેડી ડોન તરીકે ફેમસ થઇ ગઈ.

બિલ્ડર સાથે પણ સંબધં હતા

બિલ્ડર સાથે પણ સંબધં હતા

પોલીસ અનુસાર, એક ફેમસ બિલ્ડર કમલેશ રામાણી સાથે પાયલના સંબંધ હતા. ત્યારે પાયલ એક હની ટ્રેપ ગર્લ તરીકે ઓળખાય. તેની સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘણા કેસો નોંધવામાં આવ્યા. અશ્લીલ સીડીથી લઈને દેહવેપાર અને મારપીટ જેવા ઘણા મામલે પાયલ આરોપી છે. પેટ્રોલ ભરાવીને પૈસા ના આપવા અને જબરજસ્તી લોકોના પૈસા ખુંચવી લેવા મામલે પણ તેના પર આરોપો છે.

પૂછપરછમાં બીજા પણ ઘણા ખુલાસા થશે

પૂછપરછમાં બીજા પણ ઘણા ખુલાસા થશે

હાલમાં હની ટ્રેપનો વધુ એક મામલો સામે આવ્યા પછી પોલીસે પાયલની ધરપકડ કરી છે. તેની સાથે પકડમાં આવેલા બીજા લોકો ઘ્વારા પણ ઘણા ખુલાસા થઇ શકે છે.

English summary
Gujarat Lady Don Payal butani Finally arrested with four others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X