9મી રોજ GST માટે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે

Subscribe to Oneindia News

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવનારા જીએસટી બીલના સંદર્ભે ગુજરાત વિધાનસભાનું ૯ મેં ના રોજ એક દિવસીય ખાસ સત્ર બોલાવવામાં આવ્યો છે. આ સત્રની જાહેરાત સંસદીય બાબતના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ દ્વારા કરવામાં આવી છે. દેશમાં એકસમાન ટેક્સ માટે GST બીલના વિધેયકને લોકસભા મળેલી મંજુરી બાદ હવે દરેક રાજ્યએ તેને વિધાનસભા પસાર કરવાનો છે. જેને લઇ ગુજરાત માં ૯ મેંના રોજ GST લાગુ કરવા માટે એક દિવસીય વિધાનસભા ખાસ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ સત્રમાં GST બીલ પસાર કરવામાં આવશે. દેશભરમાં સમાન ટેક્સ પદ્ધતિ હેતુથી ૧ જુનથી GSTનો અમલ લાગુ થવાનો છે.

guajrat assembley

નોંધનીય છે કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા તમામ નિયમોને લાગુ કરવામાં ગુજરાત સરકાર હંમેશા આગળ રહી છે. અને ગુજરાત સરકારનો હંમેશા તેવો પ્રયાસ રહ્યો છે કે કેન્દ્ર સરકારના લાભ જલ્દીની ગુજરાતની પ્રજાને આપી શકાય. ત્યારે 9મી મે ના રોજ જીએસટી માટે પણ એક દિવસીય ખાસ સત્ર બોલવવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહેશે.

English summary
Gujarat Legislative Assembly will held one day session on 9th May for GST Bill.Read here more.
Please Wait while comments are loading...