For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્ડ ફ્લુનુ જોખમઃ ગુજરાતમાં મૃત મળ્યા 40 કાગડા અને બગલા, તપાસ માટે ભોપાલ મોકલાયા સેમ્પલ

દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ દરમિયાન 40 કાગડા અને 2 બગલા મૃત મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત 8 રાજ્યોમાં બર્ડ-ફ્લુનો પ્રકોપ થવાથી મોટી સંખ્યાામં પક્ષીઓ મૃત મળી આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અહીં પણ દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ દરમિયાન 40 કાગડા અને 2 બગલા મૃત મળી આવ્યા છે. ગુજરાત સરકારે આમ તો હજુ પોતાના રાજ્યમાં બર્ડ-ફ્લુની પુષ્ટિ કરી નથી પરંતુ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં મૃત કાગડાઓના સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. જ્યાં તપાસ કરવામાં આવશે કે પક્ષીઓના મોત છેવટે કેમ થઈ રહ્યા છે.

crow

ગુજરાતમાં થોડા દિવસ પહેલા પણ અમુક કાગડા મૃત મળી આવ્યા હતા. હમણાંની જ વાત છે કે તાપી જિલ્લાના વાલોદ તાલુકાના વીરપુરમાં મોરારજી દેસાઈ કૉલેજના કેમ્પસમાં 23 કાગડા અને 2 બગલાના મોતની માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ મોત છેલ્લા ત્રણ દિવસોમાં થઈ છે. વળી, સુરતના બારડોલીના પઠાણ કબ્રસ્તાનમાં શુક્રવારે પણ 17 કાગડાના રહસ્યમય મોત થઈ ગયા. ડૉક્ટરોનુ કહેવુ છે કે, 'આ બર્ડ ફ્લુથી થઈ રહ્યુ છે કે નહિ, એ જાણવા માટે મૃત પક્ષીઓને સેમ્પલ ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે. ભોપાલથી રિપોર્ટ આવ્યા બાદ તેમના મોતનુ કારણ સામે આવશે. હાલમાં લોકોને ગભરાવાની જરૂર નથી.' જો કે આ ડર એટલા માટે ફેલાવવવામાં આવી રહ્યો છે કારણકે પડોશી રાજ્ય રાજસ્થાનમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થઈ રહ્યા છે.

માહિતી મુજબ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં 2 જાન્યુઆરીએ બતક-ટિટોડી-બગલા સહિત 53 મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. એક્સપર્ટ્સ બર્ડ ફ્લુ ફેલાવાની વાત કરી રહ્યા છે. એવામાં બર્ડ ફ્લુની સંભાવનાને કારણે આના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. વળી, સરકારે પક્ષીઓના મોત વિશે શાસન-પ્રશાસનને એલર્ટ કરી દીધુ છે. રેંજ ફૉરેસ્ટ ઑફિસરે આ પક્ષીઓનો મૃત્યુ રોગથી થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતના પ્રધાન મુખ્ય વન સંરક્ષક શ્યામલ ટીકાદારે જણાવ્યુ કે બર્ડ ફ્લુની સંભાવનાથી અમે એલર્ટ જાહેર કર્યુ છે. વળી, આ પહેલા રેંજ વન અધિકારી એ એ ચાવડાએ જણાવ્યુ કે 53 પક્ષી મૃત મળ્યા છે પરંતુ આના મોતના કારણે સ્પષ્ટ નથી. આમ તો દર વર્ષે ઠંડીની ઋતુમાં પક્ષીઓની મુસીબત વધી જાય છે.પરંતુ આ વખતે વધુ મોતના સમાચાર આવી રહ્યા છે. કારણ જાણવા માટે પશુ-ચિકિત્સા વિભાગ પીએમ સહિત કાર્યવાહી કરી રહી છે.

કોવિડ-19 વેક્સીનથી વૉલંટિયરનુ મોત? પરિવારના આરોપ બાદ હોબાળો કોવિડ-19 વેક્સીનથી વૉલંટિયરનુ મોત? પરિવારના આરોપ બાદ હોબાળો

English summary
Gujarat: Many crows lost lives, samples sent for testing to bhopal; Feared of Bird Flu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X