For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નગરપાલિકાની ચૂંટણીમાં શરૂઆતી પરિણામોમાં ભાજપ છે લીડ પર, કોંગ્રેસ પાછળ

ગુજરાતમાં નગરપાલિકાના 529 વોર્ડની 2,116 બેઠકો માટે ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે. નગરપાલિકાના સત્તા સંગ્રામમાં સવારે જે રીતે મતગણતરી પછી પરિણામો સામે આવ્યા છે તે મુજબ ભાજપ લીડ પર છે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આજે 74 નગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. નગરપાલિકાના સત્તા સંગ્રામમાં સવારે જે રીતે મતગણતરી પછી પરિણામો સામે આવી રહ્યા છે તે મુજબ ભાજપ 32 અને કોંગ્રેસ 25 બેઠકો પર આગળ છે. વળી 3 સીટો પર અન્ય પણ આગળ છે. નોંધનીય છે કે આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારોએ વિધાનસભાની ચૂંટણીની જેમ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. ત્યારે આજે જે મતગણતરી થશે તેમાં કુલ 6,033 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. નોંધનીય છે કે આ મતગણતરી નગરપાલિકાના 529 વોર્ડની 2,116 બેઠકો માટે થઇ રહી છે. વધુમાં ભાજપ માટે દ્વારકાથી સારા સમાચાર આવ્યા છે. દ્વારકા નગર પાલિકાની ચારેય બેઠકો પર ભાજપની પેનલની જીત થઇ છે.

bjp

તો બીજી તરફ રાજીલામાં વોર્ડ નંબર 1માં ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલની જીત જોવા મળી છે. વધુમાં સિહોર, કાલાવાડ, વલ્લભ વિદ્યાનગર. હારીજ, તળાજા, સાણંદ અને ખેડા પણ ભાજપ લીડ કરી રહી છે. વધુમાં ખેરાલુમાં કોંગ્રેસે રી કાઉન્ટિંગની માંગણી કરી છે. બીજી તરફ છોટાઉદેપુર,માણાવદર, પારડી, ખેડબ્રહ્મામાં જેવા વિસ્તારોમાં કોંગ્રેસ લીડ કરી રહી છે. ખેડબ્રહ્માના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. તો સવારે 11 વાગ્યા સુધીના પરિણામોમાં ભાજપની જીત જોવા મળી રહી છે. જે ભાજપ માટે સારા સમાચાર છે.

નગરપાલિકાની ચૂંટણીની Live અપટેડ વાંચવા અહીં ક્લિક કરોનગરપાલિકાની ચૂંટણીની Live અપટેડ વાંચવા અહીં ક્લિક કરો

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં માંડ માંડ જીતેલી ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી પછી નગરપાલિકાની આ ચૂંટણીમાં પણ જીતવું જરૂરું બન્યું હતું. તો વળી બીજી તરફ સ્થાનિક લોકોને રસ્તા અને પાણી જેવી સમસ્યાઓ ન ઉકેલાતા લોકો પણ હાલની સરકાર માટે ફિટકાર વરસાવી રહી હતી. ત્યારે ગુજરાતમાં હાલ ચાલી રહેલી વિવિધ રાજકીય મુદ્દોઓ અને વિવાદ વચ્ચે નગરપાલિકાની ચૂંટણીના પરિણામો ગુજરાતની બે મુખ્ય પાર્ટીનું ભાવિ સાંજ સુધીમાં નક્કી કરશે. પણ હાલ તો ભાજપ આ પરિણામોમાં આગળ છે.

English summary
Gujarat Municipal corporation results counting today. BJP gains in initial results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X